Book Title: Pandit Lalan Author(s): Shivji Devshi Madhadawala Publisher: Shivsadan Granthmala Karyalay View full book textPage 9
________________ તેમના અવસાન પહેલાં પણ હું જામનગર ગયો હતો અને તેમના મંગળ આશીર્વાદ મને આજે પણ પ્રેરણા આપી જાય છે. હું પંજાબથી આવ્યું અને પંડિતજીના જીવનચરિત્ર પ્રકાશિત કરવાના નેહી શ્રી વિસનજીભાઈના પત્રો આવવા લાગ્યા ને મારી ચિંતા વધી પડી. પંડિતજીના જીવન માટેની સામગ્રી મેળવવા હું જામનગર ગર્યો. પંડિતજીના ભાઈની પુત્રી પાર્વતીબહેનને મળે અને પંડિતજીનાં પુસ્તકે, નેધબુક પ, ડાયરીએ જે કાંઈ હોય તે પંડિતજીના ચરિત્ર માટે આપવા કહ્યું, પણ પાર્વતીબહેને તે એકજ મહિના પહેલાં પંડિતજીનાં જે કાંઈ પુસ્તકે આદિ હતું તે શ્રી અચળગચ્છના ઉપાશ્રયમાં આપી દીધાનું જણાવ્યું. અચલગચ્છના મુનિ શ્રી કીર્તિસાગર મહારાજને મેં આ વિષે વાત કરી. તેમણે અચળગચ્છના આગેવાનોને સમજાવ્યા પણ તેમને તેમાં સફળતા ન મળી. હું પાલીતાણા આવ્યા, મિત્રને વાત કરી અને પંડિતજીના ચરિત્ર માટે સામગ્રી મેળવવા બીજા પ્રયાસ કર્યા. જૈન સમાજમાં પ્રસિદ્ધ એવા “જૈન” પત્રમાં પંડિતજીનું જીવન ચરિત્ર પ્રકાશિત કરવાની મારી ભાવનાની જાહેરાત આપી. જેનના સંપાદક મારા સ્નેહી શ્રી ગુલાબચંદભાઈ દેવચંદે તે વિષે નેંધ લીધી. પત્રિકા દ્વારા પંડિતજીના પરિચયમાં આવેલ મિત્રોને વિનતી કરી અને મારા સ્મરણમાં જે જે હકીકતે હતી તે મેં લખી નાખવાને નિર્ધાર કર્યો.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 478