________________
મને મળે નહિ, આ માટે મારે સૂત્ર ભણવા જોઈએ પરંતુ સૂત્ર કોની પાસે ભણું ? ગુરુ વિના સૂત્ર કોણ ભણાવે આ માટે મારે ગુરુ પાસે રહેવું જોઈએ. સૂત્ર ભણ્યા વગર ગુરુ કુગુરુની ખબર પડે નહિ. તેઓની અનેક શ્રદ્ધાઓમાં મારે કોને ગુરુ કહેવા ? અને કોને કુગુરુ કહેવા ? પરંતુ મેં જાણ્યું છે કે ભાવથી તો ગુરુ ગૌતમાદિ છે. હવે તો મને જેણે મુંડ્યા છે તે ગુરુ છે. તેમની પાસે મારે જવું ઉચિત છે.
જોધપુરમાં ચોમાસું કરીને ઉતર્યે ચોમાસે હું નાગરમલજી પાસે આવ્યો. દિલ્હીમાં મને તેઓએ ભેગો લઈ લીધો. કારણ કે હું તેમની સાથે બગાડીને ગયો ન હતો છતાં બન્નેનું અંદરથી તો તમારુ ને મારા ગુરુ નાગરમલજીનું) મન ફરી ગયું હતું. મન ફાટ્યા પછી સંધાવું દુષ્કર છે. જોકે મેં હવે ઘણો વિનય ભક્તિ આજ્ઞા પાળી છતાં મને દિલ લગાવીને ભણાવે નહિ. એમની વૃદ્ધા અવસ્થા હતી અને રોગી શરીર હતું. હું રાતદિવસ તેમની સેવામાં રહેતો. જ્યારે કામ ન હોય ત્યારે ભણી લખી લેતો. રાતના બોલ વિચાર શીખતો તથા સાધુના વિહાર પૂછતો. જ્યારે અવસર મળતો ત્યારે દિવસે દશવૈકાલિક શીખતો અને જ્યારે અવસર મળતો ત્યારે એક બે ગાથા લખી પણ લેતો. આમ કરતાં ત્રણ વર્ષ વ્યતિત થઈ ગયા. દશવૈકાલીક મને આવડી ગયું અને મને બોલ વિચાર પણ કેટલાક આવડી ગયા.
સંવત ૧૮૯૩ની સાલમાં નાગરમલજી કાળ કરવા લાગ્યા. તેઓએ મને પાંચ દશ પ્રતિઓ-પ્રતો આપી અને પોથી પાનાના માલીક પોતાના મોટા ચેલાને કર્યો. પરંતુ એ ચેલાને કહ્યું : મેં પોથી પાના અને બધી વસ્તુઓ તને આપી દીધી છે. બુટેરાયને મેં કશું આપ્યું નથી અને મને કહ્યું - બુટેરાયજી તમે સુખેથી રહેજો. ધર્મમાં ઉદ્યમ કરજો. તને કોઈ વસ્તુની કમી રહેશે નહિ. મેં કહ્યું સ્વામીજી આપની કૃપાથી બધી વાતે સારું થશે. આપ મારી ઉપર કૃપા દયા રાખો. પછી મને કહેવા લાગ્યા તમે કોઈ મત કદાગ્રહીનો સંગ નહિ કરતા જ્યાં તારા ધર્મની વૃદ્ધિ થાય ત્યાં રહેજો. મારી આ જ આજ્ઞા છે. એમ કહીને દિવસના ત્રીજા પહોરે કાળધર્મ પામ્યા.
ત્યાર પછી હું કેટલાક સમય દિલ્હીમાં રહીને, દિલ્હીથી વિહાર કરી પતીયાલાના દેશમાં આવ્યો. ત્યાં મેં ઘણી તપ-ક્રિયા કરી, શિયાળાના
૫
મોહપત્તી ચર્ચા