________________
પ્રતિતી થઈ. આ શાસ્ત્રના કર્તા સપુરુષ છે. આ સિદ્ધાંતના આરાધક ક્યાંક વિચરતા હશે, તેમને મારે મળવું જોઈએ. આવી ઈચ્છા થઈ. આ ઉપકાર નાગરમલજીનો છે.
તે વર્ષે તેરાપંથી જીતમલનું ચાતુર્માસ દિલ્હીમાં હતું. તેમને જોઈને ક્રિયાપાત્ર જાણીને તેમની પાસે જવાની મને શ્રદ્ધા થઈ, પણ મારા મનમાં એમ થયું - નાગરમલજી મારા ઉપકારી છે અને ગુરુ છે. એમના તો ગુણો જ જેવા જોઈએ. પરંતુ હવે હું ઉઠીને તેરાપંથી સાથે ચાલ્યો જાઉં; એમના કોણ જાણે તે દેશમાં આચાર વિચાર ચોખ્ખા હોય કે ભૂંડા હોય. મને અહિ તો સારા દેખાય છે. મારે અન્તિમ નિર્ણય કરવો ન જોઈએ. તેરાપંથીને કંઈ જાણપણું હોય તો મળવું ઉચિત છે.
આમ જાણીને નાગરમલજીની પાસે દિલ્હીમાં રહી કંઈક સાધુના આચાર ગોચર વ્યવહાર માર્ગ શિખીને તેરાપંથીઓને જોવા માટે મેં વિહાર કરી દીધો અને તેરાપંથીઓને હું જયપુરમાં જઈને મળ્યો. તેરાપંથીઓની શ્રદ્ધા ધારણ કરીને - ત્યાંથી જયપુરથી મેવાડ દેશમાં તેરાપંથીઓના ગુરુ હતા તેમની પાસે ગયો. તેમના આચાર ગોચર જોઈને તેમની ક્રિયા ઉપરથી મારું મન હઠી ગયું પરંતુ શ્રદ્ધા તેમની સારી જાણી. ત્યાંથી જલદી હું મારવાડમાં આવ્યો. તેમની તેરાપંથીની ચર્ચા મેં ધારી હતી તે ચર્ચાથી મેં બાવીસ ટોલાના મતનું ખંડન કર્યું હતું. હવે તેમણે – ૨૨ ટોલાએ તેમના – તેરાપંથી મતનું ખંડન કર્યું.
ત્યારે મને શંકા પડી ગઈ કે કોણ સાચું છે ને કોણ જૂઠું છે ? પરંતુ મારી શ્રદ્ધા સિદ્ધાંત પર રહી અને મારી શ્રદ્ધા આ રહી – મૂખ બાંધવાના લીંગની પૂર્વભવને વિષે મેં ઉપાર્જના કરી હતી તે કર્મ ભોગવ્યા વગર કેમ છૂટે ? મેં જાણ્યું નહિ, માટે મારી શ્રદ્ધા બાવીસ ટોલા તથા તેરાપંથી ઉપર રહી. કર્મ જોગે મેં એમ ન વિચાર્યું - કે વીતરાગીએ તો ઘણા મત કહ્યા છે. કોઈ વિરલ પુરુષ જૈનધર્મી થશે. આવો વિચાર સિદ્ધાંત ભણ્યા વિના કેમ આવે ? આ વિષયમાં કોઈ મત સાચો તો હશે જ.
બધાય તો જુઠા ન હોય. એકવીસ હજાર વર્ષ શ્રી વીરજીનું તીરથ ચાલશે તે એમાં જ હશે બીજ તો કોઈ અહીં દેખાય નહીં. આપમતિ ધર્મ કેમ પામે ? પરંતુ મને સૂત્ર ઉપર શ્રદ્ધા રહી – પછી મેં જાણ્યું આ બન્ને સૂત્રના પાઠો દેખાડે છે પરંતુ એનો ભેદ સૂત્ર ભણ્યા વગર
૪ મોહપત્તી ચર્ચા