________________
૨ 1.
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી જ્યારે નામ, જાતિ, ગુણ અને ક્રિયા આદિ જાણીને કરાતું દ્રવ્ય અથવા વિષયનું વ્યક્તજ્ઞાન એ વિશેષજ્ઞાન છે. સામાન્યજ્ઞાન કરતાં વિશેષજ્ઞાનમાં ભેદ પ્રભેદને વિચાર અને પૃથક્કરણ કરવામાં આવે છે. અને છેવટે તેના સમન્વયરૂપે જીવને વ્યક્તજ્ઞાન થાય છે. આમ દર્શનઉપયોગથી અવ્યક્તજ્ઞાન અને જ્ઞાનેપગથી વ્યક્તજ્ઞાન જીવ મેળવે છે. દર્શનઉયયેગનું આવરણ દર્શનાવરણકર્મ અને જ્ઞાનપયોગનું આવરણ જ્ઞાનાવરણ કર્મ છે. જીવ:
જીવના ત્રણ ગુણ છે. (૧) સમ્યગદર્શન (૨) સમ્યગ્રજ્ઞાન અને (૩) સમ્યક્રચારિત્ર.
જીવના ગુણ તરીકે દર્શન અથવા સમ્યગ્ગદર્શનને વિચાર કરતાં તેને અર્થનિર્મળ નિર્લેપ અને સ્પષ્ટદષ્ટિ છે. ટૂંકમાં તેને સમદષ્ટિ કહી શકાય. આમ જીવને દર્શનગુણ જુદા જ પારિભાષિક શબ્દ અને તેના વિશેષ અર્થનું આપણને ભાન કરાવે છે. ઉપરના અર્થને વિકસાવતાં સ્વાર્થ અને કષાય એ બે રહિત એવી તટસ્થ અથવા સમવૃત્તિ અથવા દષ્ટિ એ અર્થ પણ કરી શકાય. જ્યારે તેને વિકસાવેલ અર્થ સ્વીકારીએ ત્યારે જીવનના વિકાસ સાધવાના માર્ગનું શેધન, ચિંતન આદિ પણ અર્થ તારવી શકાય; દર્શનને આ અર્થ અપરિચિત અને નવીન લાગે તેમ છે; પરંતુ તે આપણા રાજના અનુભવને વિષય હોવાથી આપણે તે વિષે વિચાર કર્યો ન હોવાથી આ
અર્થ આપણને અપરિચિત લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com