________________
ગ્રંથમાળા નં. ૧૫
[ પ૭
ખ્યાતિવાળા અને કુળવાન કુળમાં જન્મ અપાવનાર ઉરચ ગેત્રકમ છે, જ્યારે નિંદ્ય અને અખ્યાત કુળમાં જન્મ અપાવનાર નીચ ગોત્રકમ છે. અંતરાય કમ :
પ્રવૃત્તિ કરતાં જીવને તેમાં બાધા ઉપજાવનાર અથવા વિઘ ઉભું કરનાર અંતરાય કર્મ છે. તેની પાંચ ઉત્તરપ્રકૃતિ છેઃ (૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભેગાંતરાય, (૪) ઉપભેગાંતરાય, (૫) વીયતરાય.
દાન આપવાની સામગ્રી હયાત હોવા છતાં, તેમજ દાતાની દાન દેવાની ઈચ્છા હોવા છતાં તે પ્રવૃત્તિ કરવાના સમયે જ વિષ ઉપસ્થિત કરનાર દાનાંતરાય કર્મ છે. દાતા, દાતાની દાનવૃત્તિ અને દાન સામગ્રી હયાત હોવા છતાં તેને લાભ મેળવનાર પાત્રને તે દાન મેળવવામાં વિશ્વ ઉપસ્થિત કરનાર લાભાંતરાય કર્મ છે, આ ઉપરાંત વ્યવસ્થિત રીતે વ્યાપાર કરવા છતાં તેમાં સંપૂર્ણ એકાગ્રતા, સાવચેતી અને કુનેહ વાપરવા છતાં લાભ ન થવાનું કારણ પણ લાંભાતરાય કર્મ છે.
શક્તિ, સામગ્રી અને વૃત્તિ હેવા છતાં ભેગ ભેગવવામાં વિઘ ઉપસ્થિત કરનાર ભેગાંતરાય કર્મ છે. શક્તિ, સામગ્રી અને વૃત્તિ હોવા છતાં ઉપલેગ કરવામાં વિશ્વ ઉપસ્થિત કરનાર ઉપભેગાંતરાય કર્મ છે. શક્તિ, સામગ્રી, વૃત્તિ આદિ હોવા છતાં પરોપકાર, શુભ પ્રવૃત્તિ, વ્રત, નિયમ આદિ સ્વીકારવા, ત્યાગવૃત્તિ કેળવવા અને વિકસાવવા જે વિલાસ
૧ જુએ તત્ત્વાર્થીધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૧૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com