________________
૧૧૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી અપેક્ષાએ આ ગુણસ્થાનની સ્થિતિ દેશનકોડ પૂર્વ વર્ષની (એક ફોડપૂર્વમાં આઠ વર્ષ જૂન) હેાય છે.
દેશવિરત ગુણસ્થાને શરૂ કરેલ અંશતઃ ત્યાગની તાલીમને વેગ સર્વતઃ પાપ પ્રવૃત્તિને ત્યાગ કરવાનું વ્રત લેતાં વધી જાય છે. મંત્રી, પ્રમેહ, કારૂણ્ય અને માધ્ય એ ચાર ભાવના સહિત પાંચ મહાવ્રત અને રાત્રીજન વિરમણ એ છ વ્રત સ્વીકારી જીવ પોતાના દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રિગુણના વિકાસની સાધના કરે છે. આ સાધનાથે તદનુસાર જીવન ઘડી સતત જાગૃતિપૂર્વક જીવતાં કષાયવશ ન બની જવાય તેની વિવેકપૂર્વક જીવ કાળજી રાખે છે અર્થાત્ જીવ જયણા અને ઉપયોગ સહિત વર્તે છે. આમ કરવા છતાં દર્શન અને ચારિત્ર એ બન્ને પ્રકારના મેહના પૂર્વાર્જિત જૂના સંસ્કાર તેના સામે આક્રમણ કરતા રહે છે, પરસ્પરના આ આક્રમણમાં આ ગુણસ્થાને જીવ કદાચ પ્રમાદ પર અથવા કદાચ પ્રમાદ જીવ પર વિજય મેળવતો રહે છે.
પ્રમાદવશ બનતાં જીવને પિતાની આત્મશાંતિમાં વિક્ષેપ પડે છે. જીવ આ વિક્ષેપ પડતે રેકવા સંકલ્પ કરતાં તેને પાંચ પ્રમાદ પર વિજય મેળવવાનું પ્રાપ્ત થાય છે. પ્રમાદ પાંચ છે – (૧) મદ, (૨) વિષય, (૩) કષાય, (૪) વિકથા અને (૫) નિદ્રા.
પ્રમાદને પહેલે વિભાગ મઠ ત્યાગ છે. મદિરા આદિ કેફિ પીણાં, વ્યસન સેવન આદિ પ્રમાદ જીવની બુદ્ધિને બહેકાવે છે અને પાયમાલ કરે છે. આ ઉપરાંત આત્માને ઉન્મત કરનાર જાતિમદ, કુળમદ, રૂપમદ, બળદ, સલિમા, સત્તામ, તપમદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com