________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૧૭
પ્રમત્તસંવત ગુણસ્થાન:
પ્રત્યાખ્યાનીય ચાર કષાય અને ચારિત્રમોહને શિથિલ બનાવતાં જીવ ( સંજ્ઞી મનુષ્ય) છઠું પ્રમતસંયત ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ સ્થાને જીવ સર્વ સાવદ્ય ગમે ત્યાગ અર્થાત પાપ કાર્યોથી સર્વતઃ વિરતિ સ્વીકારે છે. આ કારણે આ ગુણસ્થાન સર્વ વિરત ગણાય છે. આ ગુણ સ્થાને જીવ મન વચન અને કાયાની પ્રવૃત્તિદ્વારા પાપ કાર્ય કરતું નથી, કરાવતું નથી તેમજ કઈ કરતે હોય તેની અનુમોદના કરતે નથી અર્થાત્ તેને અનુમતિ પણ આપતું નથી.
આમ છવ સર્વ પાપ પ્રવૃત્તિને ત્યાગ બે પ્રકારે કરે છે. (૧) ગુપ્તિ અને (૨) સમિતિ-મન, વચન, અને કાયાને પાપ પ્રવૃત્તિમાં દોરાતાં, રસ લેતાં અને આચરતાં રોકવા તે ગુપ્તિ છે. સ્વીકારેલ વત અનુસાર સત્મવૃત્તિના આચરણમાં સાવધાન રહેવું તે સમિતિ છે. આ પ્રમાણે જીવન ઘડવા અને જીવી બતાવવા સારૂ જીવ પૌગલિક સુખ અને તેમાં માની લીધેલા આસક્તિ તજવા ઈન્દ્રિય અને મનના વિષય પર સતત જાગતિ રાખી વતે છે; આની સામે પગલિક સુખના પૂર્વ સંસ્કાર તેના પર પૂર જેસથી આક્રમણ કરતા રહે છે અને તેના પરિણામે જીવને કઈ કઈ વાર પ્રમાદમાં ફસાઈ જવાને સંભવ રહે છે. આ કારણે આ ગુણસ્થાન “પ્રમતસંયત” ગણાય છે.
આ ગુણસ્થાને છવના પરિણામધારાની વિશુદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેને કમની નિર્જરા થવા સાથે આત્મ શાંતિને લાભ પણ વધતા પ્રમાણમાં મળતું જાય છે. ચારિત્રની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com