Book Title: Karm Vichar
Author(s): Chimanlal Dalsukhbhai Shah
Publisher: Manivijayji Granthmala

View full book text
Previous | Next

Page 137
________________ ગ્રંથમાળા નં. ૧૫ [ ૧૧૯ અને જ્ઞાનમદ હોય છે. આ દરેક પ્રકારના મદ કરવા, કરાવવા કે તેને અનુમોદવા એ ત્રણે પ્રકારે તેનો ત્યાગ જીવને કરવાને છે. પ્રમાદને બીજો વિભાગ વિષય ત્યાગ છે. આઠ પ્રકારના સ્પર્શ, પાંચ પ્રકારના રસ, બે પ્રકારના ગંધ, પાંચ પ્રકારના વર્ણ અને ત્રણ પ્રકારના શબ્દ એ ત્રેવીસ ઈન્દ્રિયના વિષય છે; વિષય મરણ, ચિંતન એ અનિષ્ક્રિય એવા મનને વિષય છે, આમાંના ઈષ્ટ વિષયપર રાગ અને અનિષ્ટ વિષયપર કર કરાવો કે તેની અનુમોદના કરવી તે પ્રમાદ છે. આ પ્રમાદ દૂર કરવા આસક્તિ રહિત બની જીવે પોતે સ્વીકારેલ વ્રત અનુસાર જીવન વ્યવહાર પૂરતે ઇન્દ્રિયના વિષયને રાગદ્વેષ રહિત પરિમિત ઉપયોગ એ વિષય ત્યાગ છે. આમ ઈષ્ટ વિષય પર રાગ અને અનિષ્ટ વિષય પર ઢષ કર, કરાવો કે તેને અનુમોદવે એ ત્રણે પ્રકારે વિષય ત્યાગ છવે કરવાને છે. પ્રમાદને ત્રીજો વિભાગ કપાય ત્યાગને છે. કોષ, માન, માયા, અને લેભ એ ચાર કષાય છે. અનંતાનું બધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર એ દરેકના પ્રકાર છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની એ ત્રણ સ્થલ અને સંજવલન એ સૂક્ષમ કષાય છે. કષાય સંસારની વૃદ્ધિ કરનાર છે. કષાયને ઉત્પણ કરનાર નવ નેકષાય છે. જીવને સેલ કષાય અને નવ નેકષાયને ત્યાગ કરવાનો છે, આ કારણે તેણે કષાય કરવા નહિ, કરાવવા નહિ કે કેાઈ કરતું હેય તેને અનુમોદન આપવું નહિ, એ ત્રણે પ્રકારે થાય ત્યાગ કરવાનો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156