________________
૧૨૮ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાને કરે છે. અપ્રત્યાખ્યાની ચાર કષાયને ઉપશમ અથવા ક્ષપશમ જીવ પાંચમા દેશવિરત ગુણસ્થાને કરે છે. પ્રત્યાખ્યાની ચાર કષાયને ઉપશમ અથવા ક્ષપશમ અથવા ક્ષય કરવા સારૂ જીવ છઠ્ઠા પ્રમત્તસંયત અને સાતમા અપ્રમત્તસયત એ બે ગુણસ્થાને પિતાની શુદ્ધિ વધારતો રહે છે. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં ક્ષપક અથવા ઉપશમશ્રેણિ માંડતે જીવ નવમા અનિવૃત્તિનાદર ગુણસ્થાને સંજ્વલન લોભ સિવાયની બાકીની સર્વે કષાય-નેકષાય મેહનીય કર્મપ્રકૃતિએને ક્ષય કરે છે અથવા ઉપશમ કરે છે. દશમા સૂમસંપરાય ગુણસ્થાને પણ જીવ એ શ્રેણિમાં આગળ વધતાં સંજવલન લોભને પણ ક્ષય કરે છે અથવા તો ઉપશમ કરે છે.
ઉપશામક જીવ અગિયારમા ઉપશાંતમૂહ ગુણસ્થાનેથી પાછા પડે છે; જ્યારે ક્ષેપક જીવ દશમા ગુણસ્થાનેથી અગીયારમું ગુણસ્થાન ઓળંગી બારમા ક્ષીણુમેહ ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાને ધમ ધ્યાન અને શુકલધ્યાનના પહેલા બે પાયાનું ધ્યાન સ્વીકારી રહેતાં એ બીજા પાયાના અંતે તેના જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ ઘાતકર્મને પણ અંતઃમુહૂર્તમાં ક્ષય થતાં જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
ધર્મધ્યાનની સ્પષ્ટતા સાતમા ગુણસ્થાનમાં કરી છે; શુકલધ્યાનના પહેલા બે પાયાની સ્પષ્ટતા કરવાની અહીં પ્રાપ્ત થાય છે.
શુફલધ્યાનના પહેલા બે પાયા અનુક્રમે નીચે પ્રમાણે છેઃ (૧) પૃથફત્વવિતર્કસવિચાર અને (૨) એકત્વવિતર્ક અવિચાર : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com