________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૩૩
જીવના શ્વાસોશ્વાસ બંધ થવાના કારણે શશીકરણ અવસ્થા જીવ અનુભવે છે અર્થાત્ જીવની અવસ્થા મેરૂપર્વતની માફક અચલ, અકંપ અને સ્થિર બની જાય છે. આ ધ્યાનના અંતે છવ સકલ અઘાતી કર્મને ક્ષય કરતાં તેની પિતાની શરીર અવગાહનાના-૨/૩ અવગાહનાએ પૂર્વપ્રયોગ, અસંગત્વ, બંધછેદ અને ગતિપરિણામ એ ચાર કારણે ચૌદ રાજલોકની ત્રસનાડીના ઉર્વ ભાગના અંતે રહેલ સિદ્ધશિલામાં રહેલ સિદ્ધસ્થાનમાં એકજ સમય માત્રમાં પહોંચી ત્યાં સ્થિત થાય છે. ઉપસંહાર :
જીવના આધ્યાત્મિક વિકાસમાં મિથ્યાત્વ એ પહેલું ગુણ સ્થાન છે કે જ્યાંથી વિકાસની ગણના કરવામાં આવે છે. બીજું સાસ્વાદન ગુણસ્થાન જીવનું માત્ર અવનતિ સ્થાન છે; જ્યારે ત્રીજું મિશ્ર ગુણસ્થાન જીવ માટે ઉત્ક્રાંતિ સ્થાન તેમજ અવનતિ સ્થાન હાઈ એ બેયમાંય ભાગ ભજવે છે. શું સમ્યગદષ્ટિ ગુણસ્થાન જીવના વિકાસ માટે ઉપયોગી છે, ત્યાંથી જીવ વિવેક પ્રાપ્ત કરી સંસારના સારાસારની તુલના કરી આત્મસન્મુખ બને છે. પાંચમા દેશવિરત ગુણસ્થાને જીવ પોતાના વિકાસ માટે અંશતઃ પ્રવૃત્તિ શરૂ કરે છે. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાને આવા વિકાસ માટે સર્વત વિરત બની ગુપ્તિ અને સમિતિ દ્વારા અનુક્રમે પાપપ્રવૃત્તિને ત્યાગી સત્યવૃત્તિ આચરે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાને પિતાના વિકાસ વધારતા ધર્મધ્યાન આશ્રય લઈ પ્રમાદત્યાગ કરે છે. છઠ્ઠા અને સાતમા એ બે ગુણસ્થાને જીવની અસંસાતવારની ચડઉત્તર પછી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને છવ તેના અનંત સંસારમાં પહેલી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com