________________
૧૩૬ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી
માત્ર ભવ્યજીવમાંના સંસી મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિના જીવ હોઈ શકે છે. છઠ્ઠા અને આગળના ગુણસ્થાનમાં માત્ર ભવ્ય જીવમાંના મનુષ્ય ગતિના જીવ જ હેઈ શકે છે.
આ પરથી સ્પષ્ટ થાય છે કે અનંત સંસારમાં જીવ ગમે તેટલી અકામનિજર કરે તે પણ તે સકામ નિજેરાની તેલ આવી શકે તેમ નથી. જીવને વિવેક પ્રાપ્ત થતાં સંસારના સારાસારની તુલના કરી આત્મસન્મુખ બનતાં સકામ નિર્જરા શરૂ થાય છે. સાતમા ગુણસ્થાન સુધી જીવને સકામ નિર્જરા સાથે અકામનિર્જરા પણ હોય છે. આઠમા ગુણસ્થાનથી જીવને માત્ર સકામનિર્જરાજ હોય છે અને તે પણ બારમા ગુણસ્થાનના અંતે જીવને છોડવી પડે છે. જીવ અપ્રમત્ત બનતા તેને વિકાસ એટલે શીઘવેગી બને છે કે માત્ર એક જ અંત મુહૂર્તમાં તે કેવળજ્ઞાન અને કેવળદર્શન પોતાનામાં પ્રકટ કરી શકે છે અને જીવન્મુક્ત બની કૃતકૃત્ય થાય છે; ત્યાર બાદ વેગ નિરાધ કરતાં જીવ સિદ્ધગતિને પણ પામે છે. જીવની અનાદિ સ્થિતિ વિચારતાં તેને અંત લાવવાની ચાવી ગુણસ્થાનમાં રહેલી છે. આ પર જીવ વિચાર કરે તે પતે ક્યા ગુણસ્થાન પર છે અને તેને પોતાને વિકાસ સાધવા ઈચ્છા, સંકલ્પ આદિ ઉદ્ધવે તે તે માટે કેમ આગળ વધવું તેને ક્રમ પણ તેમાં નિર્દેશ કરેલ છે. તે જીવનમાં ઉતા
રહ્યો તેમ કરે છે કે કરશે તે સિદ્ધગતિનું ભાજન બનશે.
સ
મા
તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com