Book Title: Karm Vichar
Author(s): Chimanlal Dalsukhbhai Shah
Publisher: Manivijayji Granthmala

View full book text
Previous | Next

Page 152
________________ ૧૩૪ ] પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી વાર સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ અને અપૂર્વ સ્થિતિબંધ પ્રાપ્ત કરતે થાય છે. આ ઉપરાંત આ ગુણસ્થાને ઉપશમ અથવા ક્ષપક એ બેમાંની ગમે તે એક (ગુણ) શ્રેણિ ચડવા માંડે છે. આઠમા ગુણસ્થાને શરૂ કરેલ ગુણશ્રેણિના પ્રતાપે નવમા અનનિવૃત્તિનાદર ગુણસ્થાને જીવ સંજવલન લાભ સિવાયની મેહનીયકર્મની બાકીની સત્તાવીશ પ્રકૃતિને ઉપશમ અથવા ક્ષય કરે છે. દશમા સૂમસંપરાય ગુણસ્થાને ક્ષપક સંજવલન લોભ સહિત ચારિત્ર મેહનીયની સર્વ પ્રકૃતિએને ક્ષય કરી બારમાં ક્ષીણમેહ ગુણસ્થાનમાં પ્રવેશે છે, જ્યારે ઉપશમક સંજવલન લેભ સહિત ચારિત્ર મેહનીયની સર્વ પ્રકૃતિને ઉપશમ કરી અગીયારમા ઉપશાંતમૂહ રાણસ્થાનમાં પ્રવેશ કરે છે. ઉપશાંતહ ગુણસ્થાને સૂલમસંપરાય ઉપશમક ધર્મધ્યાનને આશ્રય લઈ પોતાની ઉપશમ સ્થિતિ ટકાવવા પ્રયત્ન તે કરે છે અને તેમ કરતાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષથી અંત મુહૂર્ત વીતરાગદશાને અનુભવ પણ કરે છે, છતાં તેના અંતે મોહના ઉદયના કારણે તેનું પતન થાય છે. આજ સમયે જે જીવનું આયુષ્ય પૂરું થાય તે તે સમ્યગુદર્શન સહિત અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. અને જે તે સમયે જીવનું આયુ અધિક હેાય તે જે ક્રમે તે ગુણસ્થાન ચલ્યો હતો તેજ ક્રમે પાછા પડતાં કવચિત છ-સાતમે, કવચિત પાંચમે, કવચિત એથે અને પ્રાયઃ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાને પહોંચે છે. બારમા ક્ષીણમેહ ગુણરસથાને જીવ શુકલધ્યાનના પૃથકવિતર્કસવિચાર અને એકવિતર્ક અવિચાર એ બે પહેલા અને બીજા પાયાનું અનુક્રમે ધ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156