________________
વંથમાળા નં. ૧૫
[ ૧૨૯
શુકલધ્યાનના પહેલા પાયામાં જીવ પિતાના સંભવિત કૃતના આધારે તેનું આલંબન લઈ શબ્દ, અર્થ, શબ્દાર્થ આદિની ભેદ પ્રધાન વિચારણા કરતાં અને તે વિચારનું સંક્રમણ કરતાં કરતાં પિતાના ગુણ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ દરેકને વિકસાવત રહે છે. આના પરિણામે તેના અધ્યવસાય ઉત્તરોત્તર વિશુદ્ધ, વિશુદ્ધત્તર અને વિશુદ્ધત્તમ બનતા જાય છે. આ ધ્યાનના કારણે જીવનું ચેતન અને જડ એ તત્ત્વ અંગેનું, એ દરેકના જુદા જુદા ગુણધર્મ અંગેનું જ્ઞાન અને દર્શન સ્પષ્ટ અને વિશદ બનતું જાય છે અને તેના અંતિમ ફળરૂપે જીવને તેને મૂળ સ્વભાવ-સમભાવ સહજ બનતું જાય છે અને પરિણામે ધ્યાન પણ તેના માટે સ્વાભાવિક અને સહજ બનતું જાય છે.
શુકલધ્યાનના બીજા પાયા એકત્વવિતર્કઅવિચાર ધ્યાનમાં મન, વચન અને કાયાના ચગદ્વારા જીવ સ્થિર બને છે; તેમાં તે અભેદની જે વિચારણા કરે છે તેના પરિણામે તેનામાં એકાગ્રતા વિકસતી જાય છે, એકાગ્રતાના વિકાસ સાથે જીવની અધ્યવસાય વિશુદ્ધિ અને અકામનિર્જરા પણ વિકસતાં જાય છે. આ ગુણસ્થાનના-શુકલધ્યાનના બીજા પાયા એકત્વવિતર્કઅવિચાર ધ્યાનના અંતે એકજ અંત મુહૂર્તમાં જીવ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ વધારાના ત્રણ ઘાતકર્મનો ક્ષય કરે છે. દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને ક્ષાપક જીવે ઘાતી કર્મ એવા મોહનીયને ક્ષય કર્યો છે અને બારમા ક્ષીણમોહ ગુણસ્થાને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણને ક્ષય થતાં જીવને ચારેય ઘાતીકમરને ક્ષય થતાં તેને કેવળજ્ઞાન અને કેવબદર્શન પ્રાપ્ત થાય છે. આમ છવને અકામ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com