________________
૧૩૦ 1
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી સકામ એ બન્ને પ્રકારની નિર્જરાને અહીં અંત આવે છે. આ ગુણસ્થાનની સ્થિતિ અંત મુહૂર્તની છે. સોગી ગુણસ્થાન
બારમા ક્ષીણમેહ ગુણસ્થાનના અંતે જીવે ચાર ઘાતકમને ક્ષય કર્યો છે, પરંતુ હજી તેને બાકીના ચાર અઘાતી (વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્રો એ દરેકને ક્ષય કરવાનું બાકી છે. વીતરાગ બન્યો હોવાથી જીવ આ અઘાતી કર્મના વિપાક સહજ અને સમભાવે ભેગવે છે. જીવને કષાય નાશ પામ્યા હોવાથી આ ગુણસ્થાને તેને મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારના ગપ્રવૃત્તિ જે હોય છે તે નિ કષાય હાય છે. આ નિઃકષાય યુગપ્રવૃત્તિ ઈયોપથિક ક્રિયા છે. તેનાથી તેને માત્ર પ્રદેશ અને પ્રકૃતિ બંધ હોય છે, પરંતુ સ્થિતિ અને રસ બંધ હોતા નથી. આમ તેનાં આ કર્મ સ્થિતિ અને રસ વિનાનાં હાઈ તે ભગવાઈ જતાં તરત જ ખરી પડે છે.
તેરમા સગી ગુણસ્થાને અઘાતી કર્મના વિપાક અનુભવતાં સામાન્ય કેવળી ભવ્ય જીવને ઉપદેશ આપતા રામાનુગ્રામ વિચરે છે; જ્યારે તીર્થકર પિતાના તીર્થંકર નામકર્મને વેદતાં પ્રવચન અને સંઘ એ બે રૂપે તીર્થની સ્થાપના કરી ભવ્યજીવને તારે છે. આ ગુણસ્થાને વર્તતા જીવને કોઈપણ પ્રકારનું દયાન હેતું નથી; અર્થાત્ તેમને ધ્યાનાંતરિક જીવન્મુક્ત દશા હોય છે. સગી અવસ્થામાં જીવને આમપ્રદેશનું સ્પંદન વર્તતું હોવાથી આ ગુણસ્થાન સગી ગણાય છે.
આ ગુણસ્થાનની સ્થિતિ જીવને તદ્ધવ પૂરતી હોય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com