________________
૧૨૦ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
પ્રમાદને ચેાથે વિભાગ વિકથા ત્યાગને છે. રાજકથા, દેશકથા, કથા અને ભક્તકથા (ખાન પાનની વાત) એમ કથાના ચાર પ્રકાર છે, એ ચાર વિકથા, નિંદા, પારકી પંચાત આદિ કરવા, કરાવવા કે તેની અનુમોદના કરવી એ ત્રણ પ્રકારે વિકથા ત્યાગ કરવાનો છે.
પ્રમાદને પાંચ પ્રકાર નિદ્રા ત્યાગ છે. આ ગુણસ્થાને જીવને બે પ્રકારની નિદ્રા હોય છે. (૧) નિદ્રા અને (૨) નિદ્રાનિદ્રા, આ નિદ્રાને પણ જીવે ત્યાગ કરવાને છે અને સતત જાગ્રત રહી ઉપચોગપૂર્વક જીવન જીવવાનું છે.
ઉપરોક્ત પ્રમાદમાંના જે જે પર જીવ વિજ્ય મેળવતે જાય છે અને તજતો જાય છે, તેમ તેમ તેના આત્માની જાગ્રતિ વધે છે અને પરિણામે તેની અધ્યવસાય વિશુદ્ધિ પણ વિકાસ પામે છે. જીવ આ ગુણસ્થાને પોતાની “ પ્રમત્ત” અવસ્થા રોકવા વિવેકપૂર્વક પ્રયત્ન તે કરતે રહે છે, છતાં પૂર્વાનુભૂત વાસના અને તેના સંસ્કાર જીવને પિતાના પ્રતિ ખેંચ્યા કરે છે. અપ્રમત્ત ગુણસ્થાન :
ઉપર નિર્દેશ કરેલ પ્રમાદ જજ ન્યૂનતા ક્રમશઃ દૂર થતાં જીવ સાતમા અપ્રમત્ત ગુણસ્થાને પહોંચે છે. પ્રમત્ત ગુણસ્થાનમાં જ જીવ અપ્રમત્ત બનવા જાગૃતિ રાખી વર્તે છે; પરન્તુ જીવ અસંખ્યાતવાર પ્રમત્તમાંથી અપ્રમત્તમાં જાય છે અને તેટલી જ વાર અપ્રમત્તમાંથી પ્રમત્તામાં આવે છે. આમાં જીવ જેમ જેમ પ્રમાદ પર કાબુ મેળવતો જાય છે તેમ તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com