________________
ગ્રંથમાળા નં. ૧૫
( ૧૨૩ શ્રેણિ શરૂ કરતે જીવ મેહનીયકમની કેટલીક પ્રવૃતિઓને ક્ષય કરે છે.
આ ગુણસ્થાનની સ્થિતિ અંતમુહુર્ત છે.
મોહને નિમૂર્ણ કરવા જીવ જે પ્રયત્ન કરે છે તેમાં તેના અનંત સંસારમાં પહેલી જ વાર જીવ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વસ્થિતિબંધ એ પાંચ કરવાને શક્તિવાન બને છે આ કારણે આ ગુણસ્થાન અપૂર્વકરણ પણ કહેવાય છે.
અપૂર્વકરણના પ્રતાપે જીવ પિતાના અનંત સંસારમાં કદી પણ ન અનુભવી હોય તેવી આત્મશુદ્ધિ અથવા અધ્યવસાય શુદ્ધિ પ્રાપ્ત કરતે જાય છે અને પરિણામે જે આત્મશાંતિની શોધમાં હતો તે આત્મશાંતિની માત્રા આ અને પછીના ગુણસ્થાનમાં ખૂબ ઝડપથી વિકાસ પામતી જાય છે. જુદાંજુદાં કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ન્યૂન, ન્યૂનતર અને ન્યૂનતમ કરતા રહેવી તે સ્થિતિઘાત છે. જુદાં જુદાં કર્મના ગાઢ રસ જે તીવ્ર હોય છે તેને પાતળા, વિશેષ પાતળા બનાવતા રહેવું એ રસધાત છે. પોતાના અધ્યવસાયની વિશુદ્ધિ સમયેત્તર વધારતા રહેવી તે ગુણણિ છે, આ ગુણશ્રેણિ ઉપશમ અને ક્ષપક એ બે રીતે જીવ કરે છે. કર્મના વિવિધ રસમાંના પુણ્યને પાપમાં અને પાપને પુણયમાં એમ પરસ્પર હેરફેર કરતા રહેવું તે ગુણસંક્રમ છે. ગુણસંક્રમ માત્ર વિજાતિય ઉત્તર પ્રકૃતિમાં હોઈ શકે છે, કર્મની મૂળ પ્રકૃતિ કે સજાતિય ઉત્તરપ્રકૃતિમાં ગુણસંક્રમ હેઈ શકતા નથી. આ અને પછીના
સ્થાનમાં માત્ર જઘન્ય સ્થિતિને કર્મબંધ કરવાની લાયકાત મેળવવી એ અપૂર્વ સ્થિતિબંધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com