________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૨૧
પ્રમાદનું બળ ક્રમશઃ ઘટતું જાય છે. અપ્રમત્ત ગુણસ્થાનની સ્થિતિ અંતમુહૂર્તની છે. આ સાતમા ગુણસ્થાનની સમગ્ર સ્થિતિ પણ અંતઃમુહૂની છે. ક્યા પ્રમત્ત અને સાતમા અપ્રમત્ત ગુણસ્થાને જીવ પાંચ પ્રમાદ રેકી આગળ વિકાસ સાધવા ધર્મધ્યાનનું શરણ લે છે અને તેના પરિણામે તે આગળ વધી શકે છે.
ધમ ધ્યાનના ચાર પ્રકાર છેઃ (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય.
વીતરાગની આજ્ઞા વિચારવી અને જીવ પિતે તે આજ્ઞાને અમલ ક્યાં સુધી કરે છે તેની તુલના એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. જીવ અને દેહ-પુદગલ જુદાં છે; જીવ ચેતનમય અને અવિનાશી છે, જયારે પુદગલ જડ અને નાશવંત છે. પુદગલના ગુણધર્મ તજતા રહી જીવના ગુણધર્મ વિકસાવવાનો વિચાર અને પ્રવૃત્તિ એ અપાયરિચય ધર્મધ્યાન છે. કમની મૂળ અને ઉત્તરપ્રકૃતિ, તેની સત્તા, બંધ, ઉદય, ઉદીરણા અને ક્ષય, કર્મપ્રકૃતિની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ, તેના શુભ-અશુભ વિપાક-રસ-ફળ; તેના પ્રદેશબંધ આદિની વિચારણા સામે
જીવની પિતાની કર્મવિષયક સ્થિતિની તુલના એ વિપાકવિચય ધમ ધ્યાન છે. ચોદરાજલોક, ત્રસનાડી, અલેક (સાત નારક), મગલક, ઉદ્ઘક, નિગઢ, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિના જીવને વસવાનાં સ્થાન; ચોદરાજકમાં વ્યાપક ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલ-અણુ અને સ્કંધ અને મનુષ્ય ઉપયોગી સમય આદિ કાલગણના અંગે વિચાર તેમજ જીવના અત્યારના અને સિલ થતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com