________________
૧૨૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી આ ગુણસ્થાને જીવે શરૂ કરેલ ગુણશ્રેણિ આગળના નવમા અનિવૃત્તિબાદર અને દશમા સૂમસં૫રાય એ દરેક ગુણસ્થાનમાં ચાલુ રહ્યા કરે છે અને તેના પ્રભાવે તે ગુણસ્થાનના અંતે જીવ મોહનીયમને ક્ષય અથવા તેને ઉપશમ કરે છે. અનિવૃત્તિનાદર ગુણસ્થાન:
અપૂર્વકરણ ગુણસ્થાન પુરૂ થતાં જીવ નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાને આવે છે. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને જીવે છે ગુણશ્રેણિને આરંભ કરેલ છે તેના પ્રતાપે આ ગુણસ્થાને વર્તતા સમસમથી જુદાજુદા જીનાં અધ્યવસાયસ્થાન વિચારતાં તે સમાન ગણાય છે.
નિવૃત્તિ બાદર-અપૂર્વકરણ ગુણસ્થાનમાં વર્તતા સમસમી જીના અધ્યવસાયસ્થાનના અસંખ્યાત ભેદ અને અનિવૃત્તિબાદર ગુણસ્થાનમાં વર્તતા સમસમી જીવેના અધ્યવસાય સ્થાન સમાન હોવાનું કારણ શું તે પ્રશ્ન ઉદ્ભવે છે અને તે વિચારણુય પણ છે. સૂક્ષ્મ વિચાર કરતાં જણાય છે કે જીવના કષાય જેમ જેમ મંદ થતા જાય છે તેમ તેમ જીવનાં અધ્યવસાય સ્થાન ન્યૂન, ન્યૂનતર અને ન્યૂનતમ થતાં જાય છે, આ કારણે આઠમા નિવૃત્તિબાદર ગુણસ્થાને જીવની અધ્યવસાય શુદ્ધિ જે પ્રમાણમાં હોય છે તે કરતાં નવમા અનિવૃતિબાદર ગુણસ્થાને અધ્યવસાય વિશુદ્ધિ ખૂબ ખૂબ વિકાસ પામતી જાય છે; આના પરિણામે નિવૃત્તિ બાદરગુણસ્થાને સમસમી જીનાં અધ્યવસાય સ્થાન અસંખ્યાત અને અનિવૃત્તિનાદર ગુણસ્થાને સમસમી જીવેનાં અધ્યવસાય સ્થાન સમાન માનવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com