________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૧૫
બનતાં જીવને સમ્યગદર્શનરૂપ વિવેક પ્રાપ્ત થાય છે. પરન્તુ ચારિત્રમોહ શિથિલ ન થવાથી જીવ તે વિવેકને અમલ કરી શકો નથી. સમ્યગદર્શનની સ્થિતિ ટકાવવા અને વિકસાવવા સારૂ જીવ (સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચ) પાંચમા દેશ વિરતિ ગુણસ્થાને અપ્રત્યાખ્યાની ચાર કષાય અને ચારિત્રમેહને ઉપશમ અને ક્ષયોપશમ દ્વારા શિથિલ કરવા અને ક્રમશઃ વિકાસ સાધવા પ્રયત્નશીલ બને છે. આ ગુણસ્થાને જીવ પાપને સર્વતઃ તજી શકતો નથી, છતાં તેનાથી અંશતઃ ફૂટવા શરૂઆત કરે છે. આ માટે જીવ સમ્યગદર્શન સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બારવ્રતમાંના કેઈ એક, વધારે કે સર્વ વ્રત સ્વીકારે છે અને સતત જાગ્રતિપૂર્વક તેનું આચરણ કરે છે. મન, વચન અને કાયા એ ત્રણે પ્રકારની પ્રવૃત્તિ દ્વારા જીવ પિતે સ્વીકારેલ વ્રત સાવચેતી રાખી પાળે છે અને એ રીતે પોતે અમુક પાપ કાર્ય કરતો નથી, કરાવતે નથી; છતાં બીજા કેઈ તેવાં કાર્યો કરે તે તેની અનુમોદના કર્યા વિના પણ તે રહી શકતું નથી. અંશતઃ પાપ કાર્યોથી નિવૃત્ત થવાની પ્રવૃત્તિ તેમ જ સત્કાર્યોની પ્રવૃત્તિ જીવ પોતાની ઇચ્છા, સંકલ્પ અને શ્રદ્ધાપૂર્વક કરતો હોઈ આગળના ગુણસ્થાને શરૂ કરેલ સકામનિજ રાની માત્રામાં ક્રમાનુસાર વૃદ્ધિ થતી રહે છે અને તેના પરિણામે તેને અશતઃ આત્મશાંતિને અધિક લાભ પણ મળતે થાય છે.
દેશવિરત ગુણસ્થાન માત્ર સંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય એ બેને હાઈ શકે છે. મનુષ્યની માફક તિર્યંચ પણ વ્રત આદિના અધિકારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com