________________
૧૧૪ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી જીવની આધ્યાત્મિક પ્રવૃત્તિનું મંડાણ જ સમ્યગદર્શન પર છે અને તેથી તે નિયત ઉત્ક્રાંતિસ્થાન છે.
ઓપશમિક સમ્યગદર્શનની સ્થિતિ અંતઃમુહુર્તની છે; સાપથમિક સમ્યગદર્શનની જઘન્ય સ્થિતિ અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમ સાધિક છે. આમ આ બંને પ્રકારના સમ્યગદર્શન સાદિસાંત છે. ક્ષાયિક સમ્યગદર્શનની સ્થિતિ સાદિ અનંત છે, કારણ કે તે સમ્યફદર્શન પ્રાપ્ત કર્યા પછી જીવમાંથી તે લેપ પામતું નથી.
પહેલા, બીજા, ત્રીજા અને ચોથા એ દરેક ગુણસ્થાને ચારે ગતિના જીવ હોઈ શકે છે; ચારે ગતિના જીવ સમ્યગદર્શન પણ પામી શકે છે, ચારે ગતિના જમાના માત્ર ભવ્યજીવ સમ્યગદર્શનના અધિકારી છે.
જીવને પ્રાથમિક સભ્યદર્શન પ્રાપ્ત થયા પછી તે લેપ થાય, જીવની ગમે તેવી અગતિ થાય, તે સંસારમાં રખડે, રવડે અને કૂટાયા કરે તે પણ તેના અનંત સંસારની સ્થિતિ ત્યાંથી મર્યાદિત બની જઘન્યથી અંત મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અર્ધપુદગલપરાવર્ત પ્રમાણુ બને છે, સમ્યગૃષ્ટિ જીવ અવિરત હોવા છતાં તેની દષ્ટિ બદલાતાં મન, વચન અને કાયદ્વારા સકામ નિર્જરાની શરૂઆત કરી આત્મ શાંતિને કાંઈક કાંઈક લાભ પ્રાપ્ત કરી શકે છે. દેશવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન :
ચોથા અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાને દર્શનમહ આદિના ઉપશમ અથવા ક્ષાપશમ અથવા ક્ષય કરતાં એ દરેક શિથિલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com