________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૧૩
અથવા સમ્યગદર્શનવાળો છવ સમ્યગદષ્ટિ ગણાય છે. આ છવ જિન પ્રણીત તને, તેના ઉત્પાદ, વ્યય, ધૃવત્વ એ ત્રિગુણાત્મક રૂપને, અઢારદેષ રહિત રાગદ્વેષના વિજેતા અરિહતને દેવ; કંચનકામીનીના ત્યાગી અને ધર્મના પ્રચારક સાધુને ગુરૂ અને કેવળી પ્રણીત ધર્મને ધર્મ તરીકે સ્વીકારે છે. તે આત્માના સ્વભાવને (સમભાવને) જીવને સ્વભાવ માને છે અને તે ટકાવવામાં શ્રદ્ધા રાખે છે, આત્માના દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ દરેક ગુણ અને તે દરેકના ત્રિગુણાત્મક સ્વરૂપને પણ તે સ્વીકારે છે. પુદગલને પણ ત્રિગુણાત્મક માની તેને જીવથી જુદા એવા અજીવ તત્વ રૂપે માને છે. મેહ, કષાય, રાગદ્વેષ, લાલસા, વાસના, તૃષ્ણા, વિષય અને સ્વાર્થ આદિને ત્યાજ્ય અને સંસારની જડ માની તે તજવા પુરુષાર્થ કરો આવશ્યક ગણે છે. આમ અસ...વૃત્તિ તજવા અને સમ્પ્રવૃત્તિ આદરવામાં તેને શ્રદ્ધા જન્મે છે. આ સમજ અને શ્રદ્ધાને ટકાવવા તેમજ વિકસાવવા જરૂરી જ્ઞાન મેળવવાની જરૂર છે તેમ પણ તે માને છે અને તે પ્રકારે જ્ઞાન પણ મેળવે છે; આ રીતે તે પિતાના દર્શન અને જ્ઞાન એ બન્નેને સમ્યગુ બનાવે છે, પરંતુ મેહ, કષાય, રાગદ્વેષ, લાલસા, વાસના, તૃષણ, વિષય અને સ્વાર્થ આદિ પૂર્વ સંસ્કાર ચારિત્રમોહનીય કર્મ ન છુટી શકવાના કારણે તેની ઉપરોક્ત માન્યતા અનુસાર વર્તન કરવા જીવ આ ગુણસ્થાને હજી હિંમત કરી શકતે નથી. આમ છવ વ્રત, નિયમ, પચ્ચખાણ અાદિ ન લઈ શકતે હેવાથી “અવિરત’ ગણાય છે, તે કારણે આ ગુણસ્થાન અવિરત સદષ્ટિના નામે ઓળખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com