________________
ગંથમાળા નં. ૧૫
[ ૧૧૧
વીર્યોવાસની માત્રા વિકસાવતો જ રહે છે અને અંતે આ પ્રકારના અનિવૃત્તિકરણના બળે તે સમ્યગદર્શન પિતાનામાં પ્રકટ કરે છે અર્થાત્ મેળવે છે. સમ્યગદર્શન આ રીતે પ્રાપ્ત કરવું એ અનિવૃત્તિકરણ છે.
સમકિત-સમ્યગુદર્શન-સમ્યકત્વ ત્રણ પ્રકારે છેઃ (૧) ઔપશમિક (૨) ક્ષાપશમિક અને (૩) ક્ષાયિક. જે જીવને અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ મોહનીય સત્તામાં છે. પરતુ પ્રદેશ અને રસથી તેને ઉદય નથી તેને પથમિક સમ્યગદર્શન હેય છે. આ સ્થિતિમાં જીવે અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વમેહ પર માત્ર નિયંત્રણ મૂકયું છે; પરંતુ તેણે તે જિત્યા નથી, જીવના કર્મની આ સ્થિતિ ઉપશમ છે. જે જીવને મિથ્યાત્વ મેહ સત્તામાં છે, સમ્યકત્વ મેહનીયનાં દળિયાં-પ્રદેશ ઉદયમાં છે, પરન્તુ ચાર અનંતાનુબંધી કષાય અને સમ્યકત્વ મોહનીયના પ્રદેશને રસથી ઉદય નથી અર્થાત જીવે તે પર નિયંત્રણ મૂકેલ છે તેને શાપથમિક સભ્યદર્શન હોય છે. જીવના કર્મની આ સ્થિતિ ક્ષપશમ છે. અનંતાનુબંધી ચાર કષાય તેમજ મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ એ ત્રણ પ્રકારના દર્શન મેહનીયને સંપૂર્ણતઃ ક્ષય કર્યો છે તેવા જીવને ક્ષાયિક સમ્યગદર્શન હોય છે. જીવના કમની આ સ્થિતિ ક્ષય (નાશ) કહેવાય છે.
અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયમોહનીય અને દર્શનમોહનીય એ પાંચ સત્તામાં રહેવા છતાં તેના ઉદયના અભાવે થતા ઉપશમના કારણે જીવને ઓપથમિક સમ્યગદર્શન થાય છે. એજ ચાર કષાય મેહનીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com