________________
૧૧૦ 3
પૂ. પંન્યાસજી શ્રી મણિવિજયજી. અવિરત સમ્યગૃષ્ટિ ગુણસ્થાન : મિથ્યાત્વમાંથી પ્રથમવાર સમ્યગદર્શન પ્રાપ્ત કરનાર જીવને ત્રણ કરણ કરવાં પડે છે, (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. અનાદિકર્મના વિપાકરૂપે જીવ માનસિક, વાચિક અને કાયિક સુખ દુખ અનુભવતાં અનંતકાળે નદી પાષાણન્યાયે અકામનિર્જરા કરતાં તેનાં કર્મનાં ગાઢ આવરણ ક્રમશઃ શિથિલ બનતાં જીવના અનુભવ, શુદ્ધિ, વીયૅલ્લાસ એ દરેકની માત્રા વધે છે તેના પરિણામે જીવના અધ્યવસાય પણ સમયેત્તર શુદ્ધ બનતા રહે છે. આ રીતે અકામનિજેરાદ્વારા થતી જીવની અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, અને લાભ તેમજ દર્શન મેહનીય (મિથ્યાત્વમેહનીય ) એ દરેકના ઉપશમ, ક્ષપશમ અથવા ક્ષય એ ત્રણમાંના ગમે તે એક પ્રકારે થતી કમની ન્યૂનતાવાળી સ્થિતિ યથાપ્રવૃત્તિકરણ છે. જીવ તેના અનાદિ સંસાર કાળમાં અનેક વખત યથાપ્રવૃત્તિકરણ તે કરે છે, પરંતુ અપૂર્વકરણ તે એક જ વખત કરે છે. અભવ્ય જીવ અનેક વખત યથાપ્રવૃત્તિકારણ કરવા છતાં કદી પણ અપૂર્વકરણ કરી શકતો નથી. કરણ કે અપૂર્વકરણ કરવા યોગ્ય અનુભવ, શુદ્ધિ અને વીર્થોલ્લાસ તેનામાં કદી પણ પ્રકટ થતા નથી. ભવ્ય જીવ યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી જે પિતાના અનુભવ, શુદ્ધિ અને વીર્યોલલાસની માત્રા વિકસાવતે જ રહે છે, તો તેના પરિણામે તે રાગ-દ્વેષની ગાંઠ (ગ્રંથભેદ) તેડી અપૂર્વકરણ કરે છે. જીવ દ્વારા કરાતે આ ગ્રંથભેદ અપૂર્વકરણ છે. અપૂર્વકરણ કર્યા પછી જીવને અટકવાનું હેતું નથી, તે તે તેના અનુભવ, શુદ્ધિ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com