________________
૧૦૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
ક્ષણિક આહાદને અનુભવ સાસ્વાદન છે, સમ્યગદર્શનના લાભના કારણે જીવને પ્રાપ્ત થયેલ સમભાવ પ્રતિ રૂચિના પરિણામે આત્માએ મેળવેલ લાભના વિચારમાંથી મિથ્યાત્વે જતાં જીવને જે છેલ્લો સામાયિક-ક્ષણિક આલ્હાદ ઉપજે છે તે સાસ્વાદન છે. આ અવસ્થામાં જીવ તત્ત્વજ્ઞાનની ભૂમિકા પર નથી તેમજ તત્વજ્ઞાન શૂન્ય ભૂમિકા પર પણ નથી; જીવ આ સમયે એ બે ભૂમિકાથી પર એવી વિલક્ષણ અવસ્થા અનુભવે છે.
સાસ્વાદન ગુણસ્થાન સાદિસાંત છે, તેની જઘન્ય સ્થિતિ એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા પ્રમાણ છે.
અભવ્ય જીવને સાસ્વાદન કે તે પછીનાં કઈપણ ગુણસ્થાન હોઈ શક્તાં નથી; માત્ર ભવ્ય જીવમાંના સમ્યગદર્શન અને તે પછીના ગુણસ્થાને પહોંચેલ જીવને સાસ્વાદન અને પછીના ગુણસ્થાન હોઈ શકે છે, સમ્યગદર્શથથી આગળ વધેલ છમાંથી જે ઉપશમ સમ્યકત્વ વમે છે તેવા જીવને સાસ્વાદન ગુણસ્થાન હોઈ શકે છે. સમ્યકત્વ-મિથ્યાત્વ અથવા મિશ્રગુણસ્થાન :
મિથ્યાત્વ અને સમ્યગદર્શન એ બે વચ્ચેની બીજી ભૂમિકા ત્રીજું મિશ્રગુણસ્થાન છે. મિથ્યાત્વમાંથી સમ્યકત્વ પામતા જીવની અપેક્ષાએ આ ગુણસ્થાન ઉત્ક્રાંતિ સ્થાન છે; જ્યારે સમ્યકત્વ વમી મિથ્યાત્વમાં જનાર જીવની અપેક્ષાએ આ ગુણસ્થાન અવનતિ સ્થાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com