________________
૧૦૬ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
જૈનદર્શનના સૂક્ષ્મ અને અતીન્દ્રિય (ઈન્દ્રિયથી ન જાણું શકાય તેવા) વિષયમાં શંકા હોવા છતાં તેનું નિરાકરણ કરવા ગુરુગમ સરખો પણ કરવાની ઈચ્છા કે પ્રયત્ન પણ ન કરનાર જીવને સાંશયિકમિથ્યાત્વ હોય છે. સંજ્ઞિ પંચેન્દ્રિય જીવમાંના જે જીને એકપણ વખત સમ્યગદર્શન પ્રાપ્ત થયું છે અને તે વમી ફરી મિથ્યાત્વ પ્રાપ્ત કર્યું છે તેવા અને અભિગ્રહિત, અનભિગ્રહિત, અભિનિવેશિક અને સાંશયિક એ ચાર મિથ્યાત્વમાંનું ગમે તે એક પ્રકારનું મિથ્યાત્વ હોય છે. આભિનિવેશિક મિથ્યાત્વ બહુલ અને ભારેકમ જીવને અને પ્રાયઃ નિખ્તવ અને અભવ્ય જીને હેય છે.
જીવની અધમતમ અવસ્થા હેઈ મિયાત્વ ગુણસ્થાનક તે નથી; છતાં જીવના આધ્યાત્મિક વિકાસની ભૂમિકા ત્યાંથી શરૂ થતી હોવાથી ઉપચાર તરીકે તેને ગુણસ્થાન ગણવામાં આવે છે. મિથ્યાત્વમાં જીવ પર મેહનીયની એટલી તીવ્ર અને ગાઢ અસર હોય છે કે તેને સાંસારિક વાસના, તદર્થે સાધન સામગ્રીને સંગ્રહ કરવાની ઈચ્છા, તેને ભેગ-ઉપલેગ, વાસનાની તૃપ્તિ આદિ કરવા કરાવવા અને તેની અનુમોદના કરવાની પ્રવૃત્તિમાં આસક્તિ રાખી વર્તવાની ટેવ જ પડી જાય છે. જીવની આ દશા માત્ર સ્વાર્થ પરાયણ છે, તેમાં બીજા જીવોના કલ્યાણની, તે માટે જરૂર પૂરતા સ્વાર્થ ત્યાગની કે પરમાર્થ વિચારણા કે પ્રવૃત્તિને સ્થાન જ નથી. આજ કારણે મિથ્યાત્વી જીવનાં જ્ઞાન અને ચારિત્ર ગમે તેટલાં વિશદ અને ઉત્કૃષ્ટ દેખાતાં હોય છતાં તે અનુક્રમે મિથ્યાજ્ઞાન અને મિથ્યા. ચાસ્ત્રિ ગણાય છે. આવા પ્રાપ્ત કરેલ જ્ઞાન અને ચારિત્રનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com