________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૮૧
પ્રત્યેક શરીરી એકેન્દ્રિય :
પ્રત્યેક શરીરી એકેન્દ્રિય જાતિ પ્રાપ્ત કરતાં પ્રત્યેક જીવને એક જુદું સ્વતંત્ર શરીર હોય છે, આ કારણે આ જીવ તે શરીર, ચાર પ્રાણ અને ચાર પર્યાપ્તિદ્વારા આહાર, નિદ્રા ભય અને મેથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર જુદી જુદી જુદા જુદા સમયે અનુભવતાં જીવન સંવર્ધન કરે છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણ કાળ આ રીતે વ્યવહાર કરતાં નદીપાષાણુન્યાયે કર્મવિપાક અનુભવતાં, નવાં કર્મ બાંધતાં, ઈચ્છા, સંકલ્પ કે પ્રયત્ન પણ વિના સમભાવની માત્રા પ્રકટાવતાં અકામનિર્જરા થતાં પ્રત્યેક શરીરી એકેન્દ્રિય જીવ પોતાની સ્થાવર કેટિ તજી ત્રસકેટિની બેઈન્દ્રિય જાતિમાં આવે છે. સજીવ
સ્થાવર કોટિના છવ પિતાને પડતે ત્રાસ દૂર કરવા હલન-ચલન શક્તિ ધરાવતા નથી. જ્યારે ત્રસ જી સ્વઈચ્છા અનુસાર તે પ્રકારની શક્તિ ધરાવે છે. ત્રસ જીવના પાંચ પ્રકાર છેઃ (૧) બેઈન્દ્રિય, (૨) ત્રણઈન્દ્રિય, (૩) ચારઈન્દ્રિય, (૪) અસંજ્ઞી પંચેન્દ્રિય અને (૫) સંજ્ઞી પંચેન્દ્રિય. સૂક્ષમ અને બાદર એ બે નિદ, પ્રત્યેક શરીરી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દરેક જીવ અશુચિ સ્થાનેમાં સ્વયમેવ ઉત્પન્ન થાય છે. અને એ દરેક દ્રવ્યમન વિનાના હાઈ મૂઢ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવને દ્રવ્યમાન હોય છે, જેનાથી તે વિચાર કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com