________________
૮૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી સ્વયમેવ ઉત્પન્ન થાય છે. સંશી તિર્યંચ અને મનુષ્યને ગર્ભજન્મ હોય છે. ગર્ભજમના ત્રણ પ્રકાર છેઃ (૧) અંડજ (૨) પિતજ અને (૩) જરાયુજ. કેટલાક તિર્યંચ ઇંડાં દ્વારા જન્મ લે છે. કેટલાક તિર્યંચ માતાની નિદ્વારા સ્વચ્છ રીતે (પિતજ ) જન્મ લે છે; બાકીના તિર્યંચ અને મનુષ્ય માતાની
નિદ્વારા લોહીની જાળીમાં વિંટળાએલ એ રીતે જન્મ લે છે; લાહિની આ જાળી ( ર ) અથવા જરાયુ કહેવાય છે. જન્મતી વખતે આ જીવે જાળીમાં લપેટાએલ હોય છે.
સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ દરેક જીવને દશ પ્રાણ અને છ પર્યાપ્તિ હોય છે. દ્રવ્ય મન હોવું એ સંજ્ઞી જીવની વિશેષતા છે. સંજ્ઞી પંચેન્દ્રિય તિય"ચ ત્રસ જીવ:
સંજ્ઞી પંચેન્દ્રિય તિય જીવને મન તે હેય છે; છતાં તેને તેને ઉપયોગ મર્યાદિત હોય છે. આ જીવ માત્ર સ્મરણ અને વિચાર પૂરત મનને ઉપયોગ કરી શકે છે, તેથી આગળ નહિ. તિર્યચ જીવ પ્રાયઃ પરાશ્રિત હોય છે. જ્યારે કેટલાક દરમાં, ગુફામાં, જંગલમાં આદિ સ્થાને સ્વચ્છ દે વિચરતા હોય છે. આ જીવને મનને મર્યાદિત ઉપયોગ લેવાનું કારણ તેની કર્માધીન અવસ્થા-જડતા છે. આમ છતાં તેમાં અપવાદ હોઈ શકે છે; કઈ કઈ જીવને અકોમનિર્જરા થતાં સંગ અને સામગ્રીને વેગ સાંપડી જતાં તે જીવ સાર અસાર આદિ વિચારતે થઈ વ્રત આદિ સ્વીકારી સકામ નિર્જરા પણ કરી શકે છે. ઉદાસંબલ-કંબલનું દેણાન્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com