________________
પૂ. પંન્યાસ શ્રીમણિવિજયજી
અપવાદ કાંઇ સામાન્ય નિયમ પણ બનતા નથી. તેમના કલ્યાણની દષ્ટિએ અકામ નિર્જરને ફાળે મુખ્ય છે તે સાચું છે; પરંતુ આના આધારે સંજ્ઞી મનુષ્ય અકામનિર્જરાને જ કલ્યાણકારી માની માત્ર તેને જ આશ્રય લઈ બેસે તે તેનું હિત મોટા ખતરામાં આવી પડે તેમ છે.
આપણે અહિંસુધી તિર્યંચગતિના જીવને વિચાર કર્યો. તે પરથી એટલું તે જરૂર તારવી શકીએ કે તે દરેક પ્રકારના જીવને અકામનિર્જરા તેમના ઉત્ક્રાન્તિક્રમમાં સહાયક છે, તેમાં તિર્યંચ પંચેન્દ્રિય જીવની બાબતમાં એમ કહી શકાય કે કઈ કે તિર્યંચ જીવને સકામ નિર્જરા અર્થાત્ પચ્ચખાણ આદિ હોઈ શકે છે. સંજ્ઞી પંચેન્દ્રિય નારક:
નારક ગતિમાં જીવને મન હોય છે, પરંતુ પૂર્વોપાર્જિત કર્મના કારણે જીવ ત્યાં પરવશ હાઈ અશુભ કર્મના વિપાક અનુભવતાં અધ્યવસાયેની તીવ્રતાના કારણે કર્મની નિર્જરા કરતાં કરતાં નવાં શુભ અશુભ કર્મની પરંપરા ઉભી કરતેજ રહે છે. નારક ગતિમાં કઈકેઈ સમ્યગદષ્ટિ જીવ પણ હોય છે. અને કઈ કઈ જીવ ત્યાં સમ્યગદર્શન પણ પ્રાપ્ત કરી શકે છે. આમાંના કેઈકેઈ જીવ કેઈકેઈ સમયે કર્મના વિપાક અનુભવતાં ઈચ્છાપૂર્વક સમભાવ રાખવા પ્રયત્ન કરે છે. તેવા પ્રસંગમાં તે જીવને ઓછી સ્થિતિમાં અને જઘન્ય રસવાળાં કર્મ બંધાય છે. નારક જીને મુખ્યતઃ કૃષ્ણ, નીલ અને કાપત એ ત્રણ અશુભ લેશ્યા હોય છે, બાકીની તેજઃ પદ્ધ અને શુકલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com