________________
૯૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી શાશ્વત સુખ અર્થે સંતેષ અને સમભાવ રાખી ત્યાગમાં શ્રદ્ધા કરનાર જીવને મન મોક્ષનું કારણ બને છે.
ઉપરોક્ત વિવરણ પરથી સ્પષ્ટ સમજાયું હશે કે મનુષ્ય જન્મની પ્રાપ્તિ પાછળ અનંતકાળની અકામનિર્ભર રહેલી છે; તેટલા પરિશ્રમ પછી મળેલ મનુષ્યજન્મ, ઈન્દ્રિય પટુતા, ધર્મપ્રાપ્તિ, અન્ય સામગ્રી આદિને ઉપયોગ ત્યાગમાં શ્રદ્ધા કરી ઈન્દ્રિયના વિષય પર વિજય મેળવવા પ્રયત્ન કરવામાં મનુષ્ય જન્મની સફલતા રહેલી છે. ઇન્દ્રિયના વિષયો પર વિજય મેળવવામાં શ્રમ તે પડવાનો જ છે, પૂર્વાર્જિત મેળવવાના, ભેગવવાના અને ઉપભેગા કરવાના સંસ્કાર તે સામે બંડ પણ ઉઠાવવાના, તે સાથે જીવને પિતાની ઈચ્છા અને સંકલ્પપૂર્વક સંતેષ, સમભાવ અને ત્યાગમાં શ્રદ્ધા રાખી પ્રયત્ન કરતા રહેવાનું છે. આ ગુણો કેળવવા માટે જ વ્રત, નિયમ, પચ્ચખાણ સંયમ, તપ અને ધ્યાન આદિ જરૂરનાં બને છે. આમ જીવની ઈચ્છા અને સંકલ્પ એ સકામનિજેરાનું મૂળ છે, જ્યારે સંતોષ, સમભાવ, વ્રત આદિ તેનાં સાધન છે. આ રીતે આપણે અકામનિજેરા પરથી સકામનિજ રા પર આવી પહોંચીએ છીએ. જીવ જેમ જેમ સકામનિર્જરાની માત્રા વધારતું રહેશે અને મેહ, કષાય, ઈન્દ્રિય, વિષય આદિ પર વિજય મેળવવાના પ્રયત્ન તીવ્ર બનાવત રહેશે અને હસતા મેળવવા, ભેગવવા અને ઉપભેગ કરવાના પૂર્વાર્જિત સંસ્કારને સામને કરતે જશે તેમ તેમ તેની સંતેષ, સમભાવ, અને ત્યાગની માત્રા વિકસતી જશે અને માત્ર ટૂંકા ગાળામાં જ તે પોતાને સંપૂર્ણ વિકાસ સાધી સિદ્ધિ ગતિને પણ પ્રાપ્ત કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com