________________
થમાળા નં. ૧૫
[ ૯૩
પર તે કઈ વખત વાસના જીવ પર વિજય મેળવી જાય છે; આમ છતાં જીવ જે આટલાથી નિરાશ બની ન અટકતાં પોતાના સંતેષ અને સમભાવના ભાથા સાથે સતત સાવધાન રહી પ્રયત્ન ચાલુ રાખે છે તે તે વાસના આદિ પર વિજય પણ મેળવી શકે છે. આવા ચેડા જીમાં કેટલાક તે થોડા પ્રયાસે જ થાકી જાય છે. કેટલાક કાંઈક વધુ પ્રયાસે થાકે છે અને માત્ર બહુ જ અપ જી એકધારે પ્રયાસ ચાલુ રાખી મેહ, કષાય, વિષય વાસના આદિ પર વિજય મેળવી તેને જીતી કૃત્યકૃત્ય બની જાય છે.
શાશ્વત અશાશ્વત સુખ :
સર્વ જીવ સુખ મેળવવા ઇચ્છે છે કેઈને દુખની ઇચ્છા નથી. સુખ બે પ્રકારનાં છેઃ (૧) શાશ્વત અને (૨) અશાશ્વત. શાશ્વત સુખ સંતેષ; સમભાવ અને ત્યાગમાં શ્રદ્ધા રાખનારને હોઈ શકે છે. પ્રાયઃ જીવ તૃષ્ણા, વાસના, લાલચ, વિષયેચ્છા અને તેની તૃપ્તિમાં સુખ માને છે, પરંતુ તે અશાશ્વત સુખ છે; તેનું કારણ એ છે કે એક વિષયેચ્છાને તૃપ્ત કરતાં સુધીમાં તે બીજી અનેક વિષયેચ્છા છવમાં પ્રકટ થઈ ચૂકે છે, આમ લાલસાને અંત જ નથી. લાલસા, તૃષ્ણા, વાસના, વિષયેચ્છા આદિમાં જ સંસારની જડ રહેલી છે, તેના કારણે જીવને કષાય, લેશ્યા આદિ ઉદ્ભવે છે અને પરિણામે જીવને કર્મપરંપરા ઉભી થતાં સંસારવૃદ્ધિ રહ્યા કરે છે. લાલસા આદિને જીતવાનું સાધન સંતેષ અને સમભાવ છે. શાશ્વત અશાશ્વત સુખમાં ભેદ ન સમજનાર જીવને મન બંધનું કારણ બને છે, જ્યારે તે સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com