________________
ગ્રંથમાળા નં. ૧૫
સમ્યગદર્શન પામતાં જીવ ચેથા ગુણસ્થાને આવે છે, પહેલા ચાર ગુણસ્થાને ચારે ગતિના જીવ હોય છે. જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી તે વમી મિથ્યાત્વમાં જતાં મિયાત્વી ગણાય છે. ચેથા ગુણસ્થાને જીવને સમ્યગ્દર્શન હેઈ તેની દષ્ટિ-વિચાર સરણની ભૂમિકા શુદ્ધ બને છે, પરંતુ પૂર્વ સંચિત મેહના ગાઢ સંસ્કારના કારણે તેને સમ્યફ ચારિત્ર હેતું નથી. તેથી આ ગુણસ્થાને જીવ “અવિરત ગણાય છે. સમ્યગદર્શન પ્રકટ થતાં જીવ આપ્તજન સૂચિત તત્ત્વ તેમજ માર્ગને હિતકારી ગણે છે, પરંતુ મહિના પૂર્વ સંસ્કારના કારણે તે તદનુસાર વર્તવાની હિંમત કરી શકતું નથી. તે પુદગલને અજીવ અને આત્માને જીવ એમ એ બે જુદાં તત્ત્વ માને છે. એ દરેકના સ્વભાવ તેમજ ગુણધર્મ (ઉત્પાદ, વ્યય અને ધૃવત્વ) પણ જુદાં સ્વીકારે છે. જીવના ગુણ દર્શન, જ્ઞાન અને ચારિત્ર અને તે દરેકનું પરિણમન, જ્યારે પુગલના ગુણ ભેગાથવું, વિખરાવું અને જડત્વ, તેમજ પુદગલનું પરિણમન એમાં તેને શ્રદ્ધા થાય છે. આ માન્યતા દૃઢ કરવા જ્ઞાન મેળવવા તે પ્રયત્નશીલ બને છે અને એ રીતે શ્રદ્ધા અને જ્ઞાન એકરૂપ બનતાં તદનુસાર ચારિત્ર ઘડવાની અને આચરવાની તેને હિંમત પણુ પ્રાપ્ત થાય છે. આ હામ આવતાં જીવને જીવનસંવર્ધન ઉપરાંત પોપકાર–પરકલયાણું પણ જીવનું કર્તવ્ય છે, તેમાં પણ શ્રા થતાં તે રીતે વર્તવાની હિંમત વધતાં તદ ઉડામશીલ પણ બને છે. જીવને સમ્યગર્શન થતાં તે સકામ નિજાની ભાવનાવાળા બને છે, અવિરત હવા તાં મન અને વચનપારા તે તે સિદ્ધ કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com