________________
ગ્રંથમાળા નં. ૧૫
[
લ્ય
સામનિજરની ઝડ૫ :
સવ અસંજ્ઞી જીવોને અકામનિર્જરા હોય છે, સંજ્ઞી જીવને અકામ અને સકામ એ બંને પ્રકારની નિર્જરા હોય છે. જીવની ઈરછા અને સંકલ્પ પર સકામનિર્જરા નિર્ભર છે, પ્રયત્નમાં જીવને પોતાના સંતેષ, સમભાવ અને ત્યાગ ટકાવવા વત, નિયમ, પચ્ચખાણ, સંયમ, તપ, ધ્યાન આદિ સાધન છે. આ સર્વને ઉપયોગ અને વિવેક સહિત અને સતત જાગૃતિ રાખી કરવાનું રહે છે. ક્રમશઃ ડગલાં ભરતાં સકામનિજાની ઝડપ અર્થાત તેને વેગ ખૂબખૂબ વધી જાય છે, તે સત્ય નીચેનાં તેનાં ક્રમિક ડગલાં પ્રતિ નજર નાંખતાં સમજી શકાશે. મિથ્યાત્વ:
સૂક્ષ્મ અને બાદર એ બે નિગોદ, પ્રત્યેક શરીરી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દરેક જીવને તેની મૂઢતા-ધર્મ અને કર્મના ભેદની અજ્ઞાનતાના કારણે અનાભેગિક મિથ્યાત્વ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવને પણ પ્રથમવાર સમ્યગદર્શન પ્રાપ્ત કરતાં પહેલાં અનાગિક મિથ્યાત્વ હોય છે. એક વાર સમ્યગદર્શન પ્રાપ્ત કરી તે વમી મિથ્યાત્વ પામનાર સંજ્ઞી પંચેન્દ્રિય જીવને અભિગ્રહિત, અનભિગ્રહિત, સાંશયિક અને અનાગિક એ ચાર મિથ્યાત્વમાંનું ગમે તે એક પ્રકારનું મિથ્યાત્વ હોઈ શકે છે. અભવ્ય જીવને આભિનિવેશિકમિથ્યાત્વ કાયમનું હેઈ અનંત સંસારી છે. સચ્ચન્દશન : (૧) ભવ્ય જીવમાંના ચારે ગતિના જીવ સમ્યકત્વ પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com