________________
૯૨ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
તે માટે જરાપણ પ્રયત્નશીલ બનતા નથી. કેટલાક જીવે સાર અસાર જાણવા સંકલ્પ કરી તે જાણભે છે, પરંતુ પૂર્વાર્જિત મેહના ગાઢ સંસ્કારના કારણે સમસ્ત જીવના કલ્યાણને ધ્યેય બનાવવા ઈચ્છતાં છતાં તદનુસાર વતી શકતા નથી. કેટલાક જીવ પિતાના સ્વાર્થ પૂરતે, કેટલાક પિતાના કુટુંબના સ્વાર્થ પૂરતો, કેટલાક પોતાની જ્ઞાતિના સ્વાર્થ પૂરતે, કેટલાક પોતાના ગામના સ્વાર્થ પૂરતે, કેટલાક પિતાના જીલ્લાના સ્વાર્થ પૂરત, કેટલાક પિતાના પ્રાંતના સ્વાર્થ પૂરતે અને કેટલાક પિતાના દેશના સ્વાર્થ પૂરતે વિચાર કરે છે તેમજ સ્વાર્થ ત્યાગ પણ કરે છે. જો કે આ જીવે માત્ર જીવન સંવર્ધનનેજ મુખ્ય હેતુ માનનાર જીવ કરતાં કક્ષામાં ક્રમશઃ આગળ વધેલા છે, છતાં એ દરેકમાં માત્ર સ્વાર્થની માત્રા રહેલી હેઈ તે સ્વાર્થત્યાગનું પરિણામ જીવનશુદ્ધિ, આમવિકાસ, આત્મશાનિતને લાભ અને પરિણામે આધ્યાત્મિક વિકાસ એ આવતું નથી.
સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યમાંના બહુજ અલ્પ કેટલાક સમસ્ત વિશ્વના કલ્યાણની ભાવનાને પિતાનું જીવનધ્યેય બનાવે છે. અને તદનુસાર જીવનધોરણ ઘડી વર્તી શકે છે, આવા જીવને બીજાના હિત અર્થે ઘસાવાનું જ રહે છે. જીવ આ પ્રમાણે ઈરછા અને સંકલ્પ કરી જીવનમાં મૂકાવે છે ત્યારે તેને પોતાના પૂર્વના મેહના–મેળવવાના, ભેગવવાના અને ઉપભોગ કરવાના સંસ્કાર તેના પર વારંવાર આક્રમણ કરે છે અને તેને (તૃષ્ણા, લાલસા, વાસના, વિષય આદિ) જીતવા સંતોષ અને સમભાવના આશ્રયે જવાનું જ રહે છે. આમ થતાં જીવ અને વાસનાના પરસ્પર સંઘર્ષમાં કોઈ વખત જીવ વાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com