________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૯૧ વધાર્યા કરવું તે) પ્રાધાન્ય આપે છે, તે સર્વે આધ્યાત્મિક વિકાસની અપેક્ષાએ અસંશી જેવા ગણી શકાય. મનના કારણે સંજ્ઞી જીવની વિશેષતા છે તે એજ કે પરસ્પર ઉપકાર-સમસ્ત જીવના કલ્યાણને તે જીવન દયેય બનાવે; તે જ જીવને આધ્યાત્મિક વિકાસ થયો તેમ ગણી શકાય.
સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યમાંના કેટલાક છ મન હવા છતાં ધર્મ અને કર્મના ભેદ પામી પણ શકતા નથી; કેટલાકને તેની તક મળે છે તે પણ તેની ઉપેક્ષા કરતા રહે છે, જ્યારે કેટલાક થડા તે જાણવાની ઈચ્છા અને સંકલ્પ કરી શકે છે. આવા જે કઈ હોય તેને તે માટે તક મેળવવાની રહે છે; તેને જે તેવી તક મળી રહે છે તે તે ધર્મ અને કર્મના ભેદને જાણી પણ લે છે. આમાંથી પણ કેટલાક થોડાજ સાર અસાર, હિત અહિત, કૃત્ય અકૃત્ય, વાસ્તવિક અવાસ્તવિક, હેય ઉપાદેય આદિ જાણું, વિચારી, ચિંતનમનન કરી, નિર્ણય કરી શકે છે.
સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યમાંના ઘણા તે જીવનસંવર્ધનને જ મુખ્ય માની પિતાના સ્વાર્થમાંજ નિરંતર મશગુલ રહે છે, એટલું જ નહિ પણ તેજ સાચું અને સાધ્ય છે તેમ માનીને તે છે. કેટલાક જ સાર, અસાર આદિ જાણે અને વિચારે છે, પરંતુ તે સર્વને ઉપયોગ પણ માત્ર પોતાના સ્વાર્થ અર્થે જીવન સંવર્ધનમાંજ કરે છે. આવા અને મોક્ષ અથવા સર્વ કર્મની નિર્જરાની જરા સરખી પણ ઈચ્છા થતી નથી. એટલે તેને મોક્ષ માટે શ્રદ્ધાજ હોતી નથી, આવા જ ગાઢમિથ્યાત્વથી ઘેરાયેલા છે. કેટલાક જીવે સાર અસાર જાણવા ઇરછે છે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com