________________
ગ્રંથમાળા નં. ૧૫
પણ છે કે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય મન, બુદ્ધિ અને અપાર અને અનેકવિધ સામગ્રી, મળતાં તેને ઉન્માદ થવાને પણ સંભવ રહે છે; બુદ્ધિ અને મનદ્વારા સાંસારિક વાસના અને તેની તૃપ્તિમાં જીવ લુબ્ધ બનતાં તે પોતાની સંસારપરંપરાને વધારી પણ શકે છે, આમ કરવાથી પિતાની અનંતકાળની અકામનિર્જરાએ પ્રાપ્ત કરેલ પાંચ ઈન્દ્રિય અને મન મેળવી જે પ્રગતિ તેને સાધવાની તક મળી હોય છે તે પર તે કાપ મૂકી દે છે અને પરિણામે તે ચારે ગતિના ચક્રમાં ફક્સાઈ જઈ શકે છે. આ કારણે શાસકારોએ “મનને બંધ તેમજ મક્ષ એ બંનેનું કારણ” કહ્યું છે તે યથાર્થ ઠરે છે.
અપાર સંસારમાં ઘણા ય જી-મનુષ્ય પણ ધર્મ અને કર્મના ભેદ જાણી શકતા નથી, તેનાં બે કારણ છેઃ (૧) પૂર્વાજિત મૂઢતાના સંસ્કાર અને (૨) સંગને અભાવ. સંગ મળતાં જીવ ધર્મ અને કર્મના ભેદ જાણવાની તક મેળવી શકે છે, પરંતુ મૂઢતાના સંસ્કારના કારણે જીવ તેની ઉપેક્ષા પણ કરે છે. કેટલાક જીવ ધર્મ અને કર્મના ભેદ જાણવા અને સમજવા છતાં તે અંગે વિચાર અને મનન પણ કરવા છતાં, તે અંગે સત્યાસત્યનું તેલન પણ કરી શકતા નથી; કેટલાક સત્યાસત્યનું તોલન કરી નિર્ણય કરી માર્ગ નક્કી કરવા છતાં તદનુસાર વર્તી પણ શકતા નથી. પૂર્વાર્જિત મૂઢતાના સંસ્કાર તેને તેમ ન કરવા દે તે તે સમજાય તેમ છે; પરંતુ કેટલાક આ રીતે માર્ગ નક્કી કર્યા પછી તેની પણ ઉપરવટ જઈ તેની વિરૂદ્ધ વર્તે છે અને તેમ કરતાં છતાં તે અગે તેને જરા પણ ખેદ કે પશ્ચાતાપ પણ થતું નથી. આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com