________________
૮૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજ્યજી કઈ જીવ ઈચ્છાપૂર્વક આસક્તિ તજ ઉત્સાહ અને રસ રહિત બની કર્મ વિપાક તરીકે ભેગવિલાસ અનુભવે છે. આવા જીવને કર્મબંધ ઓછી સ્થિતિ અને જઘન્ય રસવાળો હોય છે. દેવને પ્રાયઃ તેજઃ પદ્ધ અને શુકલ લેડ્યા હોય છે. બાકીની કૃષ્ણ, નીલ અને કાપેત વેશ્યા ગૌણ હોય છે. નિયમતઃ દેવને વિરતિભાવ હતો નથી, તેથી તે વ્રત, નિયમ, પચ્ચખાણ સ્વીકારવા પ્રતિ નિરાદર રહે છે, અને તેમ છતાં તેમાંના કેટલાક ધર્મ પ્રતિ પૂજયભાવ રાખે છે. અને તક મળતાં ઉત્તર કિય શરીરધારા ધર્મ અને ધર્માની સેવા કરવા પણ પહોંચી જાય છે. દેવ વિષય આસક્તિના કારણે રહેતા તીવ્ર અધ્યવસાયના પરિણામે ગાઢ રસ અને લાંબી સ્થિતિની કર્મ પરંપરા ઉભી કરતા રહે છે. દેવ મરીને તરત જ દેવ કે નારક થતા નથી તે મનુષ્ય અને તિર્યંચ એ બેમાંથી ગમે તે એક ગતિ પ્રાપ્ત કરી શકે છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જીવઃ
સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જીવકમ વશ તે છે, છતાં તે સ્વતંત્ર છે. તિર્યંચની માફક તે જડ નથી; તેથી મનદ્વારા તે હિત અહિત, સાર અસાર, કૃત્ય અકૃત્ય, વાસ્તવિક અવાસ્તવિક, હેય ઉપાદેય આદિ જાણું વિચારી શકે છે, તે અંગે ચિંતન મનન કરી નિર્ણય પણ કરી શકે છે. તે જે મોક્ષ અથવા સર્વ કર્મ ક્ષય કરવા ઈરછા અને સંકલ્પ કરે તે વિવેકના કારણે તેને પિતાના વિકાસને માગ મળી પણ રહે છે અને તે મળતાં તદનુસાર વર્તવા ઈચ્છા અને સંકલ્પ કરે તે તદનુસાર જીવન ઘડી જીવી પણ શકે છે. આથી વિપરીત માજી તેનામાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com