________________
ગ્રંથમાળા નં. ૧૫
વેશ્યા ગૌણ હોય છે. અશુભ લેશ્યાના ઉદયના કારણે ઉદ્ભવતા અધ્યવસાયના કારણે પ્રાયઃ નારક ગતિના જીવ જે કર્મબંધ કરે છે તેના રસ તીવ્ર તેમજ ગાઢ અને સ્થિતિ લાંબી હોય છે, તેના વિપાક તદનુસાર તેને ભાવિમાં અનુભવવાના રહે છે. નારક જીવ મરીને ફરી તરતજ નારક કે દેવ થતો નથી, નારક જીવ મરીને તિર્યંચ અથવા મનુષ્ય એ બે ગતિમાંની ગમે તે એક ગતિ પ્રાપ્ત કરી શકે છે. સંગી પંચેન્દ્રિય તિર્યંચ
અસંસી અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જીવને પ્રાયઃ અકામનિર્જરા હોય છે તે વિષે આગળ ચર્ચા કરી છે, કે ઈકઈ સંજ્ઞી પંચેન્દ્રિય તિયચ જીવને અકામનિર્જરાના પ્રભાવે સંગ અને સામગ્રી સાંપડે તે તેને સકામનિજ ૨ અર્થાત્ વ્રત નિયમ આદિ હોવાને અવકાશ રહે છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય
સંસી પંચેન્દ્રિય મનુષ્ય જીવની કેટલીક ખાસ વિશેષતા છે તે કારણે તેની સ્પષ્ટ વિચારણા કરવાની રહે છે તે પછી વિચારીશું. સંજ્ઞી પંચેન્દ્રિય દેવ
દેવગતિમાં પણ છવને મન હોય છે, પરંતુ પૂર્વોપાર્જિત શુભ કર્મના વિપાક અંગે ભેગવિલાસની અનેકવિધ અગણિત સામગ્રી મળતાં જીવ વિષયોમાં આસક્ત અને તલ્લીન બની જાય છે. દેવગતિમાં પણ કઈ કઈ સમ્યગૃહણિ છવ હોય છે. તેમજ કઈ કઈ સમ્યગ્દર્શન પણ પ્રાપ્ત કરે. આવા કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com