________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૮૩
અસંરી અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય
અસંજ્ઞી અને સંજ્ઞી એ દરેક પ્રકારના તિર્યંચ જીવના ત્રણ પ્રકાર છે. (૧) જલચર–પાણીમાં વસનાર, (૨) ખેચર-આકાશમાં વિહરનાર અને (૩) સ્થલચર-જમીન પર વસનાર. અસંસી અને સંજ્ઞી એ દરેક તિર્યંચ સ્થલચર જીવના પણ ત્રણ પ્રકાર છે. (૧) ચતુષ્પદ-ચાર પગવાળા છવ, (૨) ભૂજ પરિસર્પ–ચાલવામાં પગ ઉપરાંત હાથનો પણ ઉપયોગ કરતા જીવ અને (૩) ઉરપરિસર્ષ-પેટની સહાયથી ચાલતા જીવ. અસંસી પચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય :
અસંજ્ઞી પંચેન્દ્રિય જાતિમાં જીવને નવ પ્રાંણ પાંચ પર્યાપ્તિ અને હલનચલન શક્તિ હોય છે. પિતાના શરીર, પ્રાણ, પર્યાપ્તિ અને હલનચલન શક્તિ દ્વારા આ જીવ આહાર, નિદ્રા, ભય અને મિથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર જુદી જુદી જુદા જુદા સમયે અનુભવતાં જીવનસંવર્ધન કરે છે. ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ આ રીતે વ્યવહાર કરતાં નદીપાષાણન્યાયે અકામ નિજ રા થતાં જીવ પિતાનું અસંજ્ઞીત્વ ત્યજી સંજ્ઞી તિર્યંચ જાતિમાં આવે છે. સણી પંચેન્દ્રિય ત્રસ જીવઃ
સંજ્ઞી પંચેન્દ્રિય રસ છવને તેની ગતિ અનુસાર જન્મ હોય છે, સંજ્ઞી પંચેન્દ્રિય જીવના ચાર પ્રકાર છે. (૧) નારક, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. દેવ અને નારક એ દરેકને ઉપપાત જન્મ હોય છે, દેવ દેવશય્યામાં સુખપૂર્વક સ્વયમેવ ઉત્પન્ન થાય છે; નારક જીવ મુંજીમાં દુખપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com