________________
૮૨ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી વિકલેન્દ્રિય ત્રસ જીવ:
સ્થાવર કેટિ તજી ત્રસ કટિમાં આવતાં જીવ બેઈન્દ્રિય જાતિ પ્રાપ્ત કરે છે. પોતાના શરીર, હલન ચલન શક્તિ, છ પ્રાણ અને પાંચ પયતિ દ્વારા આ જીવ આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા જુદી જુદી જુદાજુદા સમયે સ્વતંત્ર અનુભવતાં જીવન સંવર્ધન કરે છે. ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ સુધી આ રીતે વ્યવહાર કરતાં નદીપાષાણુન્યાયે અકામનિર્જરા થતાં જીવ પિતાની બેઈન્દ્રિય જાતિ તજી ત્રણ ઈન્દ્રિય જાતિમાં આવે છે.
ત્રણ ઈન્દ્રિય જાતિમાં જીવને સાત પ્રાણુ, પાંચ પર્યાપ્તિ અને હલનચલન શક્તિ હોય છે. તે દરેક દ્વારા જીવ આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર, જુદી જુદી રીતે અને જુદાજુદા સમયે અનુભવતાં જીવન સંવર્ધન કરે છે. આમ સંખ્યાતકાળ સુધી કરતાં કરતાં નદીપાષાણુન્યાયે અકામનિર્જરા થતાં જીવ પિતાની ત્રણઈન્દ્રિય જાતિ તજી ચાર ઈન્દ્રિય જાતિમાં આવે છે.
ચારઈન્દ્રિય જાતિમાં જીવને આઠ પ્રાણ, પાંચ પર્યાપ્તિ અને હલનચલન શક્તિ હોય છે. પોતાના શરીર, પ્રાણ, પર્યાપ્તિ અને હલનચલન શક્તિદ્વારા આ જીવ આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર જુદી જુદી જુદાજુદા સમયે અનુભવતાં જીવન સંવર્ધન કરે છે. ઉત્કૃષ્ટ સંખ્યાત કાળસુધી આ રીતે વ્યવહાર કરતાં નદીપાષાણુન્યાયે અકામનિજેરા થતાં જીવ પોતાની ચાર ઈન્દ્રિય જાતિ તજી અસંસી પંચેન્દ્રિય જાતિમાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com