________________
૮૦ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી
બાદર નિગાદ :
બાદર નિગોદના જીવને અનંત જીને એક સાધારણ (સામાન્ય) શરીર હોય છે. આ શરીર ઈન્દ્રિય ગ્રાહ્યા હોય છેઃ આ જીવનું આયુષ્ય સૂક્ષ્મ નિગદના જીવ કરતાં કાંઈક અધિક હેય છે અને સામાન્યતઃ તે અંતઃમુહૂર્ત ગણાય છે.
આ છે પણ પિતાના સાધારણ શરીર, ચાર પ્રાણ અને ચાર પર્યાપ્તિદ્વારા આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા એકી સાથે એકી સમયે અનુભવતાં, નવાં કર્મ બાંધતાં, ઈછા, સંકલ્પ કે પ્રયત્ન પણ વિના આકસ્મિક સમભાવની માત્રા પ્રકટાવતાં અકામનિર્જરા થતાં ઉત્કૃષ્ટથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ વ્યતીત થતાં પોતાની તે જાતિ તજી પ્રત્યેક શરીર એકેન્દ્રિય જાતિમાં આવે છે. પ્રત્યેક શરીરી:
પ્રત્યેક શરીરી જીવ છ પ્રકારના છેઃ (૧) એકેન્દ્રિય (પાંચ સ્થાવર ) (૨) બેઈન્દ્રિય, (૩) ત્રણઈન્દ્રિય, (૪) ચારઈન્દ્રિય (૫) અસંજ્ઞી પંચેન્દ્રિય અને (૬) સંજ્ઞી પંચેન્દ્રિય. અસંજ્ઞી પંચેન્દ્રિયના બે પ્રકાર છેઃ (૧) તિર્યંચ અને (૨) મનુષ્ય. સૂમ અને બાદશ એબે નિદ, પ્રત્યેક શરીરી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ એ દરેક તિયચ ગતિના જીવ છે. બેઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિય જીવે એ બધા વિકસેન્દ્રિય એ સામુદાયિક નામે પણ ઓળખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com