________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૭૯
તે ઈન્દ્રિયગોચર નથી; આમ છતાં આ શરીર એટલું સૂક્ષ્માતિસૂમ છે કે તે કેઈપણ હથીયારથી છેદી-ભેદી શકાતું નથી, તેમજ તેને અગ્નિથી બાળી શકાતું નથી. અનંત જીના એક દેહ એવા સૂક્ષમ નિગેદના અસંખ્ય ગેળા ચોદરાજલોકમાં સર્વ સ્થાને રહેલા છે. આવા જીવનું આયુષ્ય ૨૫૬ આવલીનું હોય છે; આ પણ એક શ્વાસમાં ૪૪૪૬ાા આવલી થાય છે તે દરમિયાન આ જીવ લગભગ ૧ વખત જન્મ અને મરણ કરતો હોવાથી ૧ણા ભવ લગભગ કરે છે. સૂક્ષ્મ નિગેદના જીવને એક સાધારણ શરીર હોવાથી તે શરીર, ચાર પર્યાપ્તિ અને ચાર પ્રાણદ્વારા એ અનંત જીવ એકી સાથે એક સમયે આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા અનુભવતાં જીવન-સંવર્ધને (જીવન ભોગવતા જવું અને તે વધારતા જવું) કર્યા કરે છે. આ રીતે ઉત્કૃષ્ટથી અનંત ઉત્સપિણી અવસર્પિણી કાળ વ્યવહાર કરતાં કર્મવિપાક અનુભવતાં, નવાં કર્મબંધન કરતાં જીવની પિતાની ઈચ્છા, સંકલ્પ કે પ્રયાસ કર્યા વિના નદીપાષાણન્યાયે આકરિમક સમભાવની માત્રા પ્રકટ થતાં તેને અકામ નિજ રા થાય છે. આમ અકામનિર્જરા થતાં જીવ તેના સૂક્ષ્મ નિમેદની અવ્યવહારરાશિ કોટિમાંથી વ્યવહારરાશિની કટિમાં આવે છે. સમગ્ર વિશ્વમાં કઈ જીવ સિદ્ધ થતાં સૂક્ષમ નિગોદમાં અવ્યવહાર રાશિને જીવ વ્યવહાર રાશિમાં આવે છે.
જીવ વ્યવહાર રાશિમાં આવતાં કઈ કઈ જીવે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષમ અપકાય, સૂક્ષમ વાઉકાય, સૂકમ તેઉકાય અને સૂક્ષ્મ નિગદમાં પણ વારંવાર જન્મ-મરણ કરે છે અને ત્યાંથી અકામ નિર્જરા કરતાં કરતાં બાદર નિગાદમાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com