________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૭૫ હોય છે, અસંશી જીવને (૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય, () ચક્ષુરિન્દ્રિય, (૫) શ્રોત્રેન્દ્રિય, (૬) કાયબળ, (૭) વાગબળ, (૮) શ્વાસોશ્વાસ અને (૯) આયુષ્ય એ નવ પ્રાણ હોય છે. સંજ્ઞી જીવને મન સહિત દશ પ્રાણ હોય છે.
આ દશ પ્રાણમાં પાંચ ઈન્દ્રિય, ત્રણ પ્રકારનાં બળ (શરીર, વાચા અને મન ) શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ ગણાય છે. આયુષ્ય :
આયુષ્યનું કાર્ય જીવે બાંધેલ ગતિ અનુસાર જીવનવ્યવહાર નભાવવાનું છે. આયુષ્યને આધારે તેને બાંધેલ આયુષ્ય કર્મનાં દળિયાં પર નિર્ભર છે. આયુષ્ય બે પ્રકારનાં છેઃ (૧) સપક્રમ અને (૨) નિરૂપક્રમ. આયુષ્ય બાંધતી વખતની જીવની પ્રવૃત્તિ અને અધ્યવસાય પર જીવના આયુષ્યના પ્રકારને આધાર છે. અકસ્માતના કારણે કાળમર્યાદા હીન થઈ શકે તે સેપક્રમ-આયુષ્ય છે; અકસ્માત થવા છતાં કાળમર્યાદા હન ન થઈ શકે તેવું નિરૂપકમ આયુષ્ય છે. તિર્યંચ અને મનુષ્ય જીવને સેપક્રમ આયુષ્ય હોય છે, તેમાં અપવાદ છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને યુગલિક મનુવ્યને અને બાકીના મનુષ્યમાંના ચરમશરીરી, તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ દરેકને નિરૂપક્રમ આયુષ્ય હોય છે. દેવ અને નારક જીવને પણ નિરૂપક્રમ આયુષ્ય હોય છે. ચારગતિ :
ગતિ આશ્રયી સંસારી જીવના ચાર પ્રકાર છેઃ (૧) નારક, (૨) તિયચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. ચૌદરાજલકવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com