________________
૭૪ ]
પૂ. પંન્યાસજી શ્રી મણિવિજયજી રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિ એ દરેક નવ યેજન દૂર સુધીના વિષયને, ચક્ષુરિન્દ્રિય ૧,૦૦,૦૦૦ એજન દૂર સુધીના વિષયને અને શ્રોત્રેન્દ્રિય બાર એજન દૂર સુધીના વિષયને ગ્રહણ કરી શકે છે.
આ પાંચ ઈન્દ્રિય, તેની શક્તિ અને તેના વિષય ગણાવ્યા.
સૂક્ષમ અને બાદર એ બે નિગોદ અને પ્રત્યેક શરીરી એકેન્દ્રિય જીવ એ દરેકને એક જ સ્પર્શનેન્દ્રિય હોય છે, આ જીવ સ્થાવર કેટીના છે. અને તેને (૧) સ્પર્શનેન્દ્રય, (૨) કાયબળ, (૩) શ્વાસોશ્વાસ અને (૪) આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે. બેઈન્દ્રિય જીને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બેઈન્દ્રિય હોય છે. આ અને તે પછીના દરેક જીવ ત્રસ કોટિના છે. બેઈન્દ્રિય જીવને (૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) કાયબળ, (૪) વાબળ, (૫) શ્વાસે શ્વાસ અને (૬) આયુષ્ય એ છ પ્રાણ હોય છે. ત્રણઈન્દ્રિય જીવને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, અને પ્રાણેન્દ્રિય, એ ત્રણઈન્દ્રિય હોય છે. અને તેને (૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) પ્રાણેન્દ્રિય, (૪) કાયબળ, (૫) વાગૂબળ, (૬) શ્વાસોશ્વાસ અને (૭) આયુષ્ય એ સાત પ્રાણ હોય છે. ચારઈન્દ્રિય જીવને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય એ ચાર ઈન્દ્રિય હોય છે અને તેને (૧) સ્પર્શનેન્દ્રિ, (૨) રસનેન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય, (૫) કાયબળ, (૬) વાર્બળ, (૭) શ્વાસોશ્વાસ અને (૮) આયુષ્ય એ પ્રાણ હોય છે. પંચેન્દ્રિ ઝવ બે પ્રકારના છેઃ (૧) સંમછિમ-અસંજ્ઞી (મન વગરના ) અને (૨) ગર્ભજ– સંજ્ઞી–મનવાળા. અસંજ્ઞી અને સંજ્ઞી જીવને પાંચે ઈન્દ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com