________________
૭૨ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
ઇન્દ્રિય પર્યાપ્ત : સાત ધાતુમાંથી ઇન્દ્રિય રચવાની જીવની શક્તિ અને તે પુદ્ગલ સાત ધાતુ એ અને ઇન્દ્રિય પર્યાપ્તિ છે. ઈન્દ્રિય જીવને જ્ઞાન પ્રાપ્તિ અર્થે સાધન છે. ઇન્દ્રિય પાંચ છે. (૧) સ્પર્શીનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય અને (૫) શ્રેત્રેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિય એ વગ માં વહેંચાયેલ છે. (૧) પ્રાપ્યકારી અને (૨) અપ્રાપ્યકારી. ઇન્દ્રિય અને દ્રવ્યના પર્યાય એ એના પરસ્પર પ્રત્યક્ષ સંબંધ થતાં પર્યાય અને દ્રવ્ય એમ બન્નેનુ જ્ઞાન જે વડે પ્રાપ્ત થઈ શકે છે તે પ્રાપ્યકારી ઇન્દ્રિય છે. સ્પર્શ નેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, અને શ્રેત્રેન્દ્રિય એ ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિય છે. ઇન્દ્રિય અને દ્રશ્ય દૂર દૂર હૈાવા છતાં યેાગ્ય સન્નિધાન થતાં દ્રવ્ય અને તેના પર્યાય એ બન્નેનુ જ્ઞાન જે વડે પ્રાપ્ત થઈ શકે છે, તે અપ્રાપ્યકારી ઇન્દ્રિય છે. આવી એકજ ઇન્દ્રિય ચક્ષુરિન્દ્રિય છે.
શ્વાસેાશ્વાસ પર્યાપ્તિ : સાત ધાતુમાંથી ઉદ્ભવતી શક્તિ વડે શ્વાસ લેવા મૂકવા યેાગ્ય પુદ્ગલ ગ્રહણ કરવા અને તે અવલ'ખીને લેવા મૂકવાની જીવની શક્તિ અને તે શ્વાસેાશ્વાસ વણાના પુદ્ગલ એ બન્ને શ્વાસેાશ્વાસ પર્યાપ્તિ છે. શ્વાસેાશ્વાસનું કાર્ય જીવને ઉચ્છ્વાસ અને નિશ્વાસ લેવા અને મૂકવાનુ છે.
ભાષાપ્રર્યાપ્તિ : સાત ધાતુમાંથી ઉદ્ભવતી શક્તિવડે વચન વ્યવહાર કરવા ચેાગ્ય પુદ્દગલ ગ્રહણ કરી અને તે અવલખીને લેવા મુકવાની જીવની શક્તિ અને તે ભાષાવાના પુદ્ગલ એ બન્ને ભાષા પતિ છે. ભાષા મેાલી વ્યવહાર ચલાવવ તે તે શક્તિનું કાર્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com