________________
૭૦ ]
પૂર પંન્યાસ શ્રીમણિવિજયજી
સકામ નિર્જરને જેટલું સ્થાન છે તે પ્રમાણમાં અકામ નિર્જરાનું સ્થાન ગૌણ છે; આમ છતાં જીવના વિકાસમાં અકામ નિજ રાજે અચૂક અને પ્રધાન ફાળે છે તે કારણે તેની ઉપેક્ષા પણ ન કરી શકાય.
અકામ નિર્જરા દ્વારા થતા જીવના વિકાસમાં જીવની પિતાની ઈચ્છા, સંકલ્પ કે પ્રયત્ન જરાપણ કારણભૂત બનતા નથી; પરંતુ આ પ્રકારની નિર્જરા નદીપાષાણુન્યાયે કર્મના વિપાક અનુભવતાં જીવની અંદર ઉદ્ધવતી આકસ્મિક સમભાવની માત્રાને આભારી હોય છે. કર્મ વિચારમાં સકામ નિર્જરાને મુખ્ય સ્થાન છે, કારણ કે તેમાં જીવ પોતાની ઈચ્છા, સંકલ્પ અને પ્રયત્ન દ્વારા પોતાને વિકાસ ઘડી અને કરી શકે છે. આમ કેમ અને કેવી રીતે બની શકે તેની ચર્ચા શરૂ કરતાં પહેલાં કેટલાક સમજી લેવા ગ્ય શબ્દો પર ઉડતી નજર નાંખી લઈએ. પતિ:
પતિ એ જીવમાં રહેલ શક્તિ છે; આ શક્તિનું કારણ પુદગલ અને તેનું પરિણમન છે તે કારણે તે પણ પર્યાપ્તિ ગણાય છે. પર્યાપ્તિ છ છેઃ (૧) આહાર, (૨) શરીર, (૩) ઈન્દ્રિય, (૪) શ્વાસોશ્વાસ, (૫) ભાષા અને (૬) મન. સંસારી સર્વ જીવોને પહેલી ત્રણ પર્યાપ્તિ તે નિયતજ હોય છે. કારણ કે આયુષ્યને બંધ ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પહેલાં થઈ શકતું નથી. જીવનું ગમે તેટલું ટૂંકુ આયુષ્ય હોય તે પણ તેને આહાર, શરીર અને ઈન્દ્રિય એ ત્રણ પ્રર્યાપ્તિ પૂરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com