________________
ગ્રંથમાળા નં. ૧૫
[૭૧
કર્યા પહેલાં મરણ હેઈ શકતું જ નથી. એકેન્દ્રિય જીવને ચાર, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને પાંચ અને સંસી પંચેન્દ્રિય જીવને છ પર્યાપ્તિ માટેની લાયકાત હોય છે, જે જીવ જેટલી પર્યાપ્તિ માટે લાયક છે તેટલી પૂરી કરી શકે તે પર્યાપ્ત જીવ છે, જે તેમ કરી શકતો નથી અને તે પૂરી કરતાં પહેલાં મરણ પામે છે તે અપર્યાપ્ત જીવ છે.
આહાર પર્યાપ્તિ: જીવ મરણ પામતાં નવી ગતિમાં પહોંચે છે. અનાદિ એવા શરીરના કારણે તે ગતિ ગ્ય
નિમાં પુદગલ ગ્રહણ કરવાની જીવની શક્તિ અને જે પ્રથમ પુદ્ગલ તે ગ્રહણ કરે છે તે બન્ને આહાર પર્યાપ્તિ છે. જીવ ગતિશીલ હોઈ તેના અનાદિ એવા તેજસ શરીરના કારણે ગ્રહણ કરેલ મુદ્દગલમાંથી અસાર પુદ્ગલને તજી સાર પુદ્ગલને તે સાત ધાતુરૂપે પરિણુમાવે છે.
શરીર પર્યાપ્તિ : સાત ધાતુરૂપે પરિણાવેલ પુદગલમાંથી શરીર રચવાની જીવની શક્તિ અને તે પુદગલ (સાત ધાતુ) તે બને શરીર પર્યાપ્તિ છે. જીવને પ્રવૃત્તિ અને જીવનવ્યવહાર ચલાવવાનું સાધન શરીર છે. શરીર પાંચ પ્રકારનાં છેઃ (૧) દારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, () તેજસ અને (૫) કામણ. તેજસ અને કામણ એ બે શરીર સર્વ સંસારી જીવને અનાદિ હોય છે. તિર્યંચ અને મનુષ્ય જીવને જન્મથી ઔદારિક શરીર હોય છે. દેવ અને નારક જીવને જન્મથી વૈકિય શરીર હોય છે. તિર્યંચ અને મનુષ્યને લબ્ધિદ્વારા વક્રિય શરીર અને ચૌદ પૂર્વધર મુનિને લબ્ધિદ્વારા આહારક શરીર હોઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com