________________
પૂર્તિ નં. ૧ જીવના ક્રાન્તિ ક્રમ
અકામ અને સકામ નિર્જરા વિચાર
પ્રારભિક સૂચના :
અકામ અને સકામ નિર્જરાના વિચારમાં જીવના ઉત્ક્રાન્તિ ક્રમના પણ વિચાર રહેલા છે; કારણ કે અકામ અને સકામ એ બન્ને પ્રકારે નિર્જરા કરનાર જીવ છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ એવા અનતકાળથી જીવ કર્મપર પરાની ખેડીમાં સપડાએલ છે; તદનુસાર તેના વિપાક-ફળ તે અનુભવતા રહે છે; આ કુળ અનુભવતાં તે જૂનાં ક્રમની નિર્જરા કરે છે પરંતુ તે સાથે તે નવી કાઁપર પરાની ખેડી પણ તૈયાર કરતા હાય છે.
જીવના અનાદિ મૂળસ્થાન, તેનુ' અતિમસ્થાન અને તે એ વચ્ચેનાં તેનાં જુદાંજુદાં સ્થાને યા અવસ્થાના વિચાર જીવના ઉત્ક્રાન્તિ ક્રમમાં કરવાના પ્રાપ્ત થાય છે; એટલું જ ખસ નથી, પરંતુ તે દરમિયાન જીવની થતી અકામ નિર્જરા અને જીવથી કરવામાં આવતી સકામ નિર્જરા, એ એ દ્વારા થતા તેના વિકાસના વિચાર પણ તેમાં રહેલા છે.
જીવના વિકાસની શરૂઆત અકામ નિર્જરાથી થાય છે અને તેના અંત સકામ નિર્જરા પછી આવે છે. કમવિચારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com