________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૬૭
તેથી જુનાં કર્મની તો જરૂર નિર્જરા થાય છે, પરંતુ તે સાથેજ તેવાં નવાં કર્મને પણ બંધ કરે છે. આ રીતે કર્મબંધ અને કમનિજેરાની પરંપરા જીવ અનંત ભ સુધી અનુભવ્યાજ કરે છે. જીવ કર્મવિપાક અનુભવતાં કર્મ પ્રત્યે, તેના નિમિત પ્રત્યે તેના વિપાક પ્રત્યે સમભાવ રાખી નિર્લેપ રહે તે તે કર્મવિપાકના અનુભવ કરતાં જુનાં કમની નિર્જરા થવા સાથેજ નવાં કમને જે કે બંધ થાય છે, તે પણ તે રસ વિનાને, નિકૃષ્ટ પ્રકારને અને જઘન્ય સ્થિતિને થાય છે. આવા કર્મના વિપાક પછીથી અનુભવતાં જીવ સકલ કર્મની નિર્જરા કરવા શક્તિમાન બને છે.
આ પરથી સાર એ લેવાને રહે છે કે જીવે કર્મ પ્રત્યે, તેના નિમિત્ત પ્રત્યે, તેના વિપાક પ્રત્યે ઉપેક્ષા રાખવી, સમતા આચરવી, નિર્લેપ ભાવ રાખવે અને તે રીતે કર્મના વિપાક અનુભવવા.
આયુષ્ય સિવાયની સાતે કર્મની મૂળ પ્રકૃતિને જીવ પ્રત્યેક સમયે બંધ કર્યા જ કરે છે અને તેના વિપાક પણ અનુભવ્યા કરે છે .આયુષ્યને બંધ ભાવી જન્મ માટે પ્રસ્તુત ભવમાં એકજવાર જીવ કરે છે. જીવ આવતા ભવનું આયુષ્ય ચાલુ ભવના ૨/૩ આયુષ્ય પૂર્ણ થતાં બાંધે છે, તેમ ન બને તે બાકી રહેલ ૧/૩ આયુષ્યના ૨/૩ ભાગનું આયુષ્ય પૂર્ણ થતાં નવા ભવનું આયુષ્ય બાંધે છે, તેમ પણ ન બને તે એ બાકી રહેલ ૧/૩ ભાગના આયુષ્યના ૨/૩ ભાગનું આયુષ્ય પૂર્ણ થતાં નવા ભવનું આયુષ્ય બાંધે છે. આમ પણ છેવટ સુધી ન બને તે જીવ પિતાના આયુષ્યના છેવટના અંતમુહૂર્ત દરમિયાન નવા ભવનું. આયુષ્ય બાંધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com