________________
ગ્રંથમાળા ન ૧૫
[ ૬૫
વખતે તેમ જ તે પછી જીવ પાતે તેમાં રાચ્યા માચ્યા રહી જે રસ નિર્માણ કરે છે, તદનુસાર તેને તેનાં પરિણામ પેાતાના સંસારની અનેક ગતિમાંની ગમે તે એક ગતિમાં ભાગવવાના રહે છે.
અનુભાગ યા રસંધમાં તરતમતા નિર્માણુ થવાનાં ચાર કારણ છેઃ (૧) કષાયની તીવ્રતા મમ્રુતા અનુસાર આત્માના અધ્યવસાયરૂપ ક્ષેશ્યાની ન્યૂનાધિક્તા, (૨) જાણીને કે અજાણે કરાતી પ્રવૃત્તિના કારણે રહેતી ન્યૂનાધિક્તા, (૩) માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિમાં ફારવવામાં આવતા વી*લ્લાસની ન્યૂનાધિક્તા અને (૪) જીવ અજીવ એ મને રૂપનાં અધિકરણની ન્યૂનાધિક્તા અથવા તે અધિકરણમાં રહેલી વિઘાતક કે મારક શક્તિની ન્યુનાધિક્તા. આ બધાં જુદાં જુદાં કારણેાને લઇ જીવના ક્રમ બંધ વખતે સ્થિતિ અને રસમાં ન્યૂનાધિક્તા રહે છે.
કષાયની તીવ્રતાના કારણે લાંબામાં લાંખી સ્થિતિ અને તેની મતાના કારણે ન્યૂનતમ સ્થિતિ નિર્માણ થાય છે; જ્યારે કૃષ્ણલેફ્સાના જેવા અધમતમ અધ્યવસાયના કારણે અશુભ ગાઢરસ અને શુકલલેસ્યા જેવા વિશુદ્ધ અધ્યવસાયના કારણે શુભ ગાઢરસ નિર્માણ થાય છે. ઈરાદાપૂર્વક બીજાના અહિતની કરાતી પ્રવૃત્તિ લાંખી સ્થિતિ અને અજાણે થતી ખીજાના અહિતની પ્રવૃત્તિ ન્યૂનતમ સ્થિતિ નિર્માણુ કરવા માટે જવાબદાર છે; તે જ પ્રમાણે ઇરાદાપૂર્વક પ્રવૃત્તિ ગાઢસ અને અજાણે કરાતી પ્રવૃત્તિ મંદરસ નિર્માણ કરનાર છે. રાગ-દ્વેષ અને આસક્તિ એ બન્નેથી યુક્ત અને પૂરેપૂરા
૧ જૂઓ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ॰ ૬, સૂત્ર ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com