________________
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
વીયૅલ્લાસ લાંબી સ્થિતિ અને ગાઢરસ નિર્માણ કરનાર બને છે; જયારે તેવી પ્રવૃત્તિમાં વીયૅલ્લાસ તેમ જ મંદ વીયૅલ્લાસ ન્યૂન સ્થિતિ અને પાતળા રસ નિર્માણ કરનાર બને છે. અધિકરણ અર્થાત્ જીવ અને અજીવરૂપ સાધનની વિપુલતા તેમ જ તે સાધનની તીવ્ર શક્તિ લાંબી સ્થિતિ અને ગાઢ રસ નિર્માણ કરનાર બને છે, જ્યારે જીવ અજીવ અધિકરણની ન્યૂનતા અને તેમાંની મંદ મારક-ધાતક શક્તિ જઘન્ય સ્થિતિ અને મંદિર નિર્માણ કરે છે.
જીવ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ પિતે કાંઈ ભયંકર હેતી નથી, પરંતુ તે પ્રવૃત્તિની પાછળ રહેલ કાષાયિક ભાવ ભયંકર હોય છે. આ કાષાયિક ભાવ કરતાં પણ તે પ્રવૃત્તિમાં લીધેલ રસ અર્થાત આસક્તિ અને તેની કરાતી અનુમોદના અર્થાત્ વિચાર આંદોલનની પરંપરા-અધ્યવસાય અધિક ભયંકર છે. જીવ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, તે બધી તે જાણીબુઝીને કરતે હોતો નથી, કેટલીક પ્રવૃત્તિ તે અજાણ્યે જ થઈ જતી હોય છે. કેટલીક માત્ર કરવા ખાતર કરાય છે, કેટલીક બીજાને ખુશ કરવા ખાતર, કેટલીક વડીલના આગ્રહ ખાતર પણ કરાય છે, કેટલીક વિચાર પૂર્વક રસ લઈને પણ કરાય છે અને કેટલીક પરિણામમાં તલ્લીન બની તેમાં અધિકતર રસ લેવામાં આવે છે. પ્રવૃત્તિના પરિણામમાં તલ્લીનતા અનુભવવી અને તે પર વિચાર પરંપરા દોડાવવી એજ વેશ્યા છે.
કર્મના વિપાક અનુભવતાં જીવ કર્મ પ્રત્યે, તેના નિમિત્ત પ્રત્યે, તેના થતા વિપાક પ્રત્યે આસક્તિ રાખી રાગદ્વેષ રાખે, તેમાં તલ્લીન બને અને તેમાં વિચાર પરંપરા દોડાવ્યા કરે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com